ત્વચાને નિખારવા માટે બનાવો આ Homemade Night Serum

પોસ્ટ કેવી લાગી?

Homemade Night Serum

 • ચહેરાની દેખભાળ માટે સારી ક્રીમની સાથે સીરમ લગાવવું પણ જરૂરી હોય છે.
 • તેનાથી સ્કિન રિપેર થવાની સાથે સાથે ડાઘ-ધબ્બા, કરચલીઓ દૂર કરવામાં મદદ મળે છે.
 • તેમજ તેને રાત્રે ચહેરા પર લગાવવાથી રાતભર સ્કિન રિપેર થઇ ગયા બાદ સાફ, ગ્લોઇંગ દેખાવા લાગે છે.
 • આમ તો માર્કેટમાં ઘણા બધા સીરમ મળે છે પરંતુ તમે ઇચ્છો તો તેમને તેને ઘરે નેચરલ વસ્તુઓથી તૈયાર કરી શકો છો.
 • તેમજ તેના માટે તમારે વધારે ખર્ચો કરવાની પણ જરૂર પડશે નહીં.
 • હોમમેડ સીરમ (Homemade Night Serum) બનાવવા માટેની પદ્ધતિ જાણો
 • (Homemade Night Serum) સીરમ બનાવવા માટેની આવશ્યક સામગ્રી
 • એલોવેરા જેલ – 2 મોટી ચમચી
 • ગુલાબ જળ – 2 મોટી ચમચી
 • આલમંડ ઑઇલ – 1 ચમચી
 • વિટામિન-ઈ ઓઇલ કેપ્સૂયુલ – 2
 • Homemade Night Serum બનાવાની પદ્ધતિ : 
 • સૌથી પહેલા એક કાચનું કન્ટેઇનર લો. 
 • તેમાં એલોવેરા જેલ અને ગુલાબ જળ નાંખીને સારી રીતે મિક્સ કરી લો. 
 • હવે વિટામિન-ઈના કેપ્સયુલને કાપીને તેનું તેલ નિકાળીને તેમાં નાંખો. 
 • હવે બદામનું તેલ મિક્સ કરીને નાંખો અને સીરમ તૈયાર કરો.
 • સૂતા પહેલા પોતાના ચહેરાને સારી રીતે ક્લીન્ઝરથી અથવા ફેસવૉશથી ધોઇ નાંખો. 
 • એક ટુવાલને ગરમ પાણીમાં પલાળીને નિચોડી દો અને તેનાથી ચહેરાને પ્રેસ કરો. તેનાથી સ્કિન પોર્સ ખોલવામાં મદદ મળશે. 
 • હવે તૈયાર સીરમના કેટલાક ટીપાં લઇને તેને હળવા પ્રેશરથી આંગળીઓની મદદથી અપવર્ડ ડાયરેક્શનમાં ચહેરાની મસાજ કરો. 
 • આ સીરમ મૉઇશ્ચરાઇઝરથી કેટલાય ગણું વધારે સારું પરિણામ આપે છે.
 • તેનાથી સ્કિનની ઊંડાણપૂર્વક સફાઇ થવાની સાથે સાથે તેને રિપેર કરવામાં મદદ મળે છે.
 • તમામ નેચરલ વસ્તુઓ હોવાથી તેને રાતભર સ્કિન રિપેર કરીને ડાઘ-ધબ્બા, કરચલીઓની સમસ્યાથી રાહત અપાવીને ત્વચાને ચમકદાર બનાવે છે. 
 • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
 • PTN News App – Download Now
 • Website :- Gujarati – Hindi – English
 • Facebook :- Like
 • Twitter :- Follow
 • YouTube :- Subscribe
 • Sharechat :- Follow

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures