Ahmedabad : IPL 2023 ની મેચ ચાલી રહી છે ત્યારે ઓનલાઇન સટ્ટો મોટી સંખ્યામાં રમાય છે. પોલીસ રોજ સટ્ટો રમતા લોકોની ધરપકડ કરી રહી છે ત્યારે ક્રાઈમ બ્રાન્ચે ચાંદખેડામાંથી મોબાઈલ પર મેચ જોઈ મોબાઈલ એપ્લિકેશન દ્વારા સટ્ટો રમતા વ્યક્તિની ધરપકડ કરી છે જ્યારે ઓનલાઇન સટ્ટો રમવા આઇડી પાસવર્ડ આપનાર 2 વ્યક્તિ ફરાર છે જેની શોધખોળ હાથ ધરી છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) બાતમીના આધારે ચાંદખેડા સિલ્વર સ્ટાર કોમ્પ્લેક્સ પાસેથી જાહેરમાં 2 મોબાઈલ દ્વારા સટ્ટો રમનાર ધવલસિંહ ઉમટની ધરપકડ કરી હતી.ધવલસિંહ લખનઉ સુપર ઝાયન્ટ્સ અને કલકતા નાઈટ રાઈડર્સની મેચ પર મોબાઈલ એપ્લિકેશન (App) ક્રોમ પર ઓનલાઇન સટ્ટો રમતો હતો.સટ્ટો રમવા અમિત પંચાલ અને જૈમીન પટેલ પાસેથી આઇડી પાસવર્ડ મેળવ્યા હતા.બંને આરોપી હાલ ફરાર છે.કુલ ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધીને એક આરોપીની ધરપકડ કરી છે જ્યારે 2 આરોપી ફરાર છે જેની તપાસ હાથ ધરી છે.