Mann Ki Baat: જાણો શું કહ્યુ PM મોદીએ…

પોસ્ટ કેવી લાગી?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minster Narendra Modi) આજે ફરી એક વાર પોતાના મન્થલી રેડિયો કાર્યક્રમ મન કી બાત (Mann Ki Baat)ના માધ્યમથી રાષ્ટ્રને સંબોધિત કર્યું. મોદીએ મન કી બાતમાં સંબોધન કરતાં કહ્યું, ‘પહેલા બે દિવસની કેટલીક યાદગાર ક્ષણો મારી નજર સામે છે. ટોક્યોમાં ભારતીય ખેલાડીઓ જોઈને આખું રાષ્ટ્ર રોમાંચિત થઈ ગયું. આખા દેશે તેમને કહ્યું, વિજય ભવ:. આજે તેમની પાસે તમારા પ્રેમ અને સપોર્ટની તાકાત છે. સોશિયલ મીડિયા પર તેમના સમર્થનમાં વિક્ટ્રી પંચ અભિયાન શરૂ થઇ ગયું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે જ્યારે આ ખેલાડી ભારતથી ગયા હતા તો મને તેમની સાથે ગપશપ કરવાની, અને તેમના વિશે જાણવા અને દેશને જણાવવાનો અવસર મળ્યો હતો. આ ખેલાડી જીવનના અનેક પડકારોને પાર કરીને અહીં પહોંચ્યા છે. આજે તેમની પાસે તમારા પ્રેમ અને સપોર્ટની તાકાત છે. એટલા માટે આવો મળીને આપણા તમામ ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી અને તેમનો આત્મવિશ્વાસ વધારીએ.  

પીએમ મોદીએ કહ્યું કે 26 જુલાઇના રોજ ‘કારગિલ વિજય દિવસ’ છે. કારગિલનું યુદ્ધ ભારતની સેનાઓના શૌર્ય અને સંયમનું એવું પ્રતિક છે, જેને આખી દુનિયાએ જોયું છે. આ વખતે આ ગૌરવશાળી દિવસ પણ ‘અમૃત મહોત્સવ’ વચ્ચે ઉજવવામાં આવશે. એટલા માટે આ વધુ ખાસ બની જાય છે. હું ઇચ્છીશ કે તમે કારગિલની રોમાંચિત કરી દેનાર ગાથા જરૂર વાંચો, કારગિલના વીરોને આપણે બધા નમન કરીએ.

પીએમ મોદીએ કહ્યું કે 15 ઓગસ્તના રોજ રાષ્ટ્રગીત સાથે જોડાયેલા એક આયોજન થઇ રહ્યું છે. સાંસ્કૃતિક મંત્રાલયનો પ્રયત્ન છે કે આ દિવસે વધુમાં વધુ ભારતવાસીઓ મળીને રાષ્ટ્રગાન ગાય. તેના માટે એક વેબસાઇટ પણ બનાવી છે.- રાષ્ટ્રગાન ડોટ.ઇન. આ વેબસાઇટની મદદથી તમે રાષ્ટ્રગાન ગાઇને, તેને રેકોર્ડ કરી શકશે. આ અભિયાન સાથે જોડી શકાશે. મને આશા છે કે કે તમે, આ અનોખી પહેલથી જરૂર જોડાવ.

PM મોદીએ કહ્યું કે, કાલે 26 જુલાઈએ કારગિલ વિજય દિવસ પણ છે. કારગિલનું યુદ્ધ ભારતની સેનાઓના શૌર્ય અને સંયમનું એક પ્રતિક છે જેને સમગ્ર દુનિયાએ જોયું. આ વખતે આ ગૌરવશાળી દિવસ પણ અમૃત મહોત્સવની વચ્ચે ઉજવવામાં આવશે. તેથી તે વધુ ખાસ થઈ જાય છે. હું ઈચ્છું છું કે કારગિલની રોમાંચિત કરી દેનારી ગાથા ચોક્કસ વાંચો. કારગિલના વીરોને આપણા સૌના નમન.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે મણિપુરના નાનાકડા કસ્બા મોઇરાંગ, એક સમયે નેતાજી સુભાષચંદ્ર બોસની ઇન્ડીયન નેશનલ આર્મી (Indian National Army) એટલે કે આઇએનએસ (INA) નું એક પ્રમુખ ઠેકાણું હતું. અહીં આઝાદીના પહેલાં જ આઇએનએના કર્નલ શૌકત મલિકજીએ ધ્વજ ફરકાવ્યો હતો. અમૃત મહોત્સવ દરમિયાન 14 એપ્રિલના રોજ તે મોઇરાંગમાં ફરી એકવાર તિરંગો લહેરાવ્યો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures