- લોકસભા ચૂંટણીમાં નેતાઓની વચ્ચે એક બીજા પર આરોપ-પ્રત્યારોપનો સિલસિલો સતત ચાલી રહ્યો છે. હવે પંજાબ સરકારના મંત્રી મનપ્રીત સિંહ પણ આરોપ-પ્રત્યારોપનો સિલસિલા કુદી પડ્યા છે. તેમને પીએમ મોદી પર વિવાદિત નિવેદન આપ્યુ છે. મીડિયા સાથે વાતચીત કરતાં મનપ્રીત સિંહે પીએમ મોદીને ‘સરકસનો સિંહ’ ગણાવ્યો છે.

- પંજાબ સરકારના મંત્રી અને કોંગ્રેસ નેતા મનપ્રીત સિંહે કહ્યું કે, ”આ (પીએમ મોદી) પોતાની જાતને હિન્દુસ્તાનનો શેર કહે છે. ખરેખર સિંહ હશે, પણ સિંહ પણ પ્રકારના હોય છે. એક જંગલનો સિંહ અને એક સર્કસનો સિંહ. મને તો આ સર્કસનો સિંહ લાગે છે.
- વધુમાં તેમને કહ્યું કે, ”છેલ્લા પાંચ વર્ષોમાં બીજેપીનું જે રાજ જોવા મળ્યુ છે તેમાં વડાપ્રધાન તરીકે મોદીએ માત્ર જુમલાબાજી જ કરી છે. દેશને કંઇજ નથી મળ્યુ. છેલ્લા પાંચ વર્ષથી જ તો અમે સર્કસ જ જોયુ છે.”
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN News લાઈક કરો.