ફેસબુકના કો-ફાઉન્ડર માર્ક ઝકરબર્ગે દુનિયાના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ વોરેન બફેટને પાછળ પાડીને પોતે ત્રીજો નંબર મેળવ્યો છે.
ફેસબુકના કો-ફાઉન્ડર માર્ક ઝકરબર્ગે દુનિયાના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ વોરેન બફેટને પાછળ પાડીને પોતે ત્રીજો નંબર મેળવ્યો છે. બ્લૂમબર્ગ બિલિયનેર ઇન્ડેક્સ પ્રમાણે, ઇ-કોમર્સ કંપની એમેઝોનના સંસ્થાપક જેસ બેસોઝ અને માઇક્રોસોફ્ટના સહ સંસ્થાપક બિલ ગેટ્સ ઝકર્બર્ગથી આગળ છે. શુક્રવારે ફેસબુકના શેરમાં આવેલા 2.4 ટકાના ઉછાળાનો માર્ક ઝકરબર્ગની સંપત્તિમાં મોટો ફાયદો થયો છે. તમને જણાવીએ કે દુનિયાના ટોપ-3 અમીર ટેક્નોલોજીના વેપાર સાથે જોડાયેલા છે.
34 વર્ષના ઝકરબર્ગની સંપત્તિ બ્લૂમબર્ગ ઇન્ડેક્સ પ્રમાણે, ઝકરબર્ગની સંપત્તિ વોરેન બફેટથી 2536.4 કરોડ રૂપિયાથી વધુ થઇ ગઇ છે. ઝકરબર્ગની કુલ સંપત્તિ હાલ 8160 કરોડ ડોલર (5.55 લાખ કરોડ રૂપિયા) છે. વોરેન બફેટ દુનિયાના સૌથી સફળ રોકાણકાર છે. તેમણે કંપનીના શેરમાં રોકાણ કરીને કમાણી કરી છે. તેમની કંપનીનું નામ બર્કશાયર હૈથવે છે.
નવા જમાનાના કરોડપતિ-બ્લૂમબર્ગ ઇન્ડેક્સ પ્રમાણે ટેક્નોલોજી સાથે જોડાયેલ લોકોની સંપત્તિ 5 ટ્રિલિયન ડોલરથી વધારે છે. જે બીજા કોઇપણ અન્ય ક્ષેત્રથી વધારે છે.
વર્ષની શરૂઆતમાં ઝકરબર્ગને થયું હતું નુકશાન
ડેટા લીક મામલા પછી ફેસબુક માલિક માર્ક ઝકર્બગનો શેર 15 ટકાથી વધારે તૂટી ગયો હતો અને તે અમીરોની લિસ્ટમાં સાતમાં નંબર પર આવી ગયો હતો. પરંતુ તેમના ફેસબુકે ડેટા લીક અંગે મોટા પગલા ઉઠાવવાની વાત કરી. જેનાથી રોકાણકારોનો વિશ્વાસ વધ્યો અને એટલે શેરોમાં ઉછાળો થયો.