• સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં માસકોપીનું એક કૌભાંડ સામે આવ્યું છે.
 • મળતી માહિતી પ્રમાણે 34 જેટલા વિદ્યાર્થીઓનું ઉત્તરવહીમાં એક સરખુ જ લખાણ હોવાનું સામે આવ્યું છે.
 • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપ-કુલપતિના કહેવા પ્રમાણે આ મામલે કડક પગલાં લેવામાં આવશે.
 • યુનિવર્સિટીઓની પરીક્ષામાં કોઈ જ ગેરરીતિ સહન કરવામાં નહીં આવે.
 • આ તમામ મામલે યુનિવર્સિટીના સત્તાધીશો તપાસ ચલાવી રહ્યા છે.
 • તપાસમાં માલુમ પડ્યું છે કે બીએના ઇતિહાસ વિષયના સેમેસ્ટરના ઇતિહાસના પેપરમાં 34 જેટલી ઉત્તરવહીમાં એક સરખું લખાણ મળી આવ્યું છે.
 • ઍનોમત્લબ કે વિદ્યાર્થીઓએ માસ કોપી કરી હોવાની શક્યતા છે.
 • હવે આ મામલે આગામી 30મી ડિસેમ્બરના રોજ કોઈ પગલાં લેવામાં આવી શકે છે.
 • માસ કોપીનું કૌભાંડ સામે આવ્યા બાદ એર સરખું લખાણ ધરાવતા પેપરો કયા સેન્ટરના છે તેની તપાસ લીગલ ટીમ દ્વારા કરવામાં આવી રહી છે.
 • તપાસ પૂર્ણ થયા બાદ સત્તાધીશો આ મામલે કોઈ નિર્ણય લેશે.
 • આ મામલે વાતચીત કરતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપ-કુલપતિ ડૉક્ટર વિજય દેસાણીએ જણાવ્યું હતું કે, “બીએના પાંચમાં સેમેસ્ટરના પેપરોની ચકાસણી ચાલી રહી હતી ત્યારે પેપર તપાસનારને માલુમ પડ્યું હતું કે અનેક પેપરોમાં એક સરખું જ લખાણ જોવા મળી રહ્યું છે.
 • આ વાત ધ્યાનમાં આવ્યા બાદ લીગલ ટીમનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.
 • આ પેપર જે પણ કોલેજના હશે તેની સામે પગલાં લેવામાં આવશે. સામાન્ય રીતે પેપર ઉપર બારકોડ હોવાથી પેપર કઈ કોલેજનું છે તેની જાણકારી પ્રાથમિક તબક્કે મળતી નથી. 30મી તારીખે આ અંગે કડક નિર્ણય લેવામાં આવશે.”
 • માસ કોપી જેવા બનાવોમાં સજા અંગે વાત કરતા ઉપ-કુલપતિએ જણાવ્યું કે, “માસ કોપી કરતા ઝડપાયેલા વિદ્યાર્થીઓને એકથી-ચાર સેમેસ્ટરની સજા કરવામાં આવે છે.
 • આ કિસ્સામાં કોલેજ દોષિત હોય તો તેને પણ દંડ કરવાની જોગવાઈ છે.
 • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની તમામ કોલેજોમાં સીસીટીવી લાગેલા છે. જો સીસીટીવી બંધ હોય તો કોલેજને એક લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવે છે.”

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024