જાસ્કા ખાતે ૬૬ કેવી સબ સ્ટેશન લાઇન ઉભી કરવા માટે ૧૧૬૧.૮૯ લાખનો ખર્ચ થવાનો છે. જેમાં સીવિલ વર્ક સહિતનો સમાવેશ કરાયો છે. આ સબ સ્ટેશનની સ્થાપિત ક્ષમતા ૩૦ એમ.વી.એ કરવાની છે. અને ભવિષ્યમાં વીજમાંગની જરૂરીયાતો ધ્યામાં રાખીને સ્થાપિત ક્ષમતામાં વધારો કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

જાસ્કા ખાતેના તૈયાર થનાર સબ સ્ટેશનમાંથી ૧૧ કેવીના પાંચ ફીડરો દ્વારા વીજ પુરવઠો પાડવાનું આયોજન કરાયું છે. જેમાં ૧૦.૦૮ કીમીની ૧૧ કેવીની લાઇન ઉભી કરવાનું આયોજન કરાયું છે. આ સબ સ્ટેશન નિર્મા થવાથી યુ.જી.વી.સી.એલને ૧૬,૦૧,૪૧૮ યુનિટનું પ્રતિવર્ષ વિજ વિતરણ ખાધમાં બચત થશે.

જેનાથી રૂ ૪૩.૬૮ લાખની પ્રતિ વર્ષ બચત થશે. ઉલ્લેખનીય છેકે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમીટેડના ખેરાલું ૦ર પેટા વિભાગીય કચેરીના ર૩૮૮૦ ગ્રાહકોને વધુ ગુણવત્તાયુક્ત અને સાતત્યપુર્ણ વિજ પુરવઠો પુરો પાડવામાં આવે છે.

જેટ્કો મહેસાણા પ્રવહન વાતુલ દ્વારા જાસ્કા ખાતે ૬૬ કે.વી સબસ્ટેશનના ભૂમિપુજન પ્રસંગે સંસદ સભ્ય શારદાબેન પટેલે જણાવ્યું હતું કે જાસ્કા ગામનો વિકાસ થાય તે દિશામાં સરકારનું નવીન પગલું છે. જાસ્કા ગામ સહિત આજુબાજુના નાગરિકોને ગુણવત્તાસભર પુરવઠો મળી રહે તે માટે સરકારે કટિબધ્ધતા બતાવી છે. ઉંઝાના ધારાસભ્ય આશાબેન પટેલે જણાવ્યું હતું કે મહેસાણા જિલ્લામાં વિકાસના અનેક કામો થઇ રહ્યાં છે.

જિલ્લાના પ્રાથમિક, માળખાકીય સુવિધાઓ થકી આજે વિકાસની ગતિ વધી રહી છે. લોકોના જીવનમાં સકારાત્મક અને ઉંચુ જીવન ધોરણના ધ્યેય સાથે સરકાર સૌના સાથ અને સૌના વિકાસથી કામ કરી રહી છે.જેટકોના અધિક્ષક ઇજનેર એમ.જે.વસાવાએ જણાવ્યું હતું કે મહેસાણા પ્રવહન વતુળ કચેરીના કાર્યક્ષેત્ર હેઠળ સ્ટેશન કાર્યરત છે. જિલ્લામાં વીજ વપરાશની માંગને પહોંચી વળવા માટે જિલ્લામાં ૬૬ કે.વીના નવીન ૦૮ સબ સ્ટેશન પ્રસ્થાપિત કરવાનું આયોજન કરાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024