ગુરુપૂર્ણિમા હિંદુ અને બૌદ્ઘ ધર્મમાં મનાવવામાં આવતો ઉત્સવ છે. આ દિવસે ગુરુની પુજા કરવામાં આવે છે. હવે આ દિવસે મુખ્યત્વે આધ્યાત્મિક ગુરુનું સ્મરણ અને પુજન કરવામાં આવે છે. મહાભારતના રચયિતા વેદ વ્યાસનો જન્મદિવસ આ દિવસે હોવાથી તેમના સન્માનમાં ગુરુપૂર્ણિમાને વ્યાસ ગુરુપૂર્ણિમા નામથી પણ ઓળખવામાં આવે છે. સંત કબીરના શિષ્ય અને ભક્તિકાળના સંત ઘીસાદાસનો જન્મ પણ આ જ દિવસે થયો હતો.
શાસ્ત્રોમાં ગુ નો અર્થ અંધકાર એવો થાય છે તથા રૂ એટલે તેમાંથી બહાર લાવનાર. આ મુજબ ગુરૂ નો અર્થ અજ્ઞાન રૂપી અંધકારમાંથી બહાર લાવનાર તથા જ્ઞાન રૂપી પ્રકાશ આપનાર આવો થાય છે.
ત્યારે આજે મહેસાણાના રાજ્યસભાના સાંસદ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે પહોંચી કોઠારી સ્વામીના દર્શન કરી ગુરુના આશીર્વાદ મેળવ્યા હતા. અને મા કરતા વધુ મહત્વ ધરાવનાર ગુરુ મહિમા અંગે કોઠારી સ્વામી આગળ જાણકારી મેળવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.