ગુજરાત રાજયના તમામ ઈન સર્વિસ તબીબો પોતાની પડતર માંગણીઓને લઈને આજથી અચોકકસ મુદતની હડતાળ પર ઉતર્યા છે ત્યારે મહેસાણા સિવીલ હોસ્પિટલ ખાતે ઈન સર્વિસ તબીબોએ પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે હડતાળ કરી માંગ કરી હતી.

એન.પી.એ. પગાર ગણી તમામ લાભો એન.પી.એ. પર આપવા માંગ કરી હતી. સાતમા પગાર પંચમાં મેટ્રીક લેવલ દશ મુજબ આપવાની માંગ સાથે વર્ગ-૧ના અધિકારીઓ અને સ્પેશ્યાલીસ્ટ-૧ના સેવા સંલગ્ન આદેશો કરવા પોતાના કામકાજથી અળગા રહયા હતા.

તો તબીબી અધિકારીઓને અનુસ્નાતક અભ્યાસ માટે રપ ટકા બેઠકો અનામત રાખવા પણ માંગ કરાઈ હતી. કોરોના મહામારીમાં સ્ટ્રેસમાં ફરજ બજાવતાં તબીબો વિરુધ્ધ ફરીયાદોમાં ત્વરીત પગલા લેવાનું બંધ કરવા પણ માંગ કરી કુલ ૧૪ માંગણીઓ સાથે ઈન સર્વિસ તબીબોએ હડતાળ કરી રજૂઆત કરી હતી.

Mehsana News in Gujarati, મહેસાણા સમાચાર, Latest Mehsana Gujarati News, મહેસાણા ન્યૂઝ, મહેસાણા જીલ્લાના આજના સમાચાર, Mehsana live news today, ઉત્તર ગુજરાતના સમાચાર