મહેસાણામાં અભ્યાસ કરતી અને મૂળ નવસારી ના વાસદા ગામની વતની ગુજરાતમાં સૌ પ્રથમ મહિલા મરીન એન્જનીયર બની છે. ગુજરાતમાં સૌ પ્રથમ વાર મહિલા મરીન એન્જીનીયર બનતા આ યુવતીએ ગુજરાતનું ગૌરવ વધાયું છે.
હેલી સોલંકી એ મહેસાણાના ખેરવા સ્થિત ગણપત યુનિવર્સીટીની મરીન એન્જીનીયરિંગ કોલેજમાં બી. ટેક. નો અભ્યાસ કયો છે. હેલી મૂળ ગ્રામ્ય વિસ્તારમાંથી આવે છે પરંતુ તેની અભ્યાસની ધગશ અને મરીન ક્ષેત્રે અભ્યાસક્રમ ની મહેસાણામાં ઉપલબધિ તેને આગળ લાવી છે. અને મહેસાણા સહિત ગુજરાતનું ગૌરવ હેલી સોલંકીએ વધાયું છે.