મહેસાણા જિલ્લામાં ઘણા લાંબા સમય થી બાયો ડીઝલ પંપો ઉપર પોલીસ વિભાગનું સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દરોડા પાડી બાયોડીઝલ પંપ સીલ કરી રહ્યું છે..

ત્યારે મહેસાણા પધારેલા પુરવઠા મંત્રી એ બાયો ડીઝલ પંપ અંગે સ્પષ્ટતા કરી હતી અને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા બાયો ડીઝલ અંગે ની પોલીસી તૈયાર કરવા માં આવેલી છે.જ્યારે ગુજરાત સરકારે હજુ સુધી બાયો ડીઝલવેચાણ ની પોલીસી જાહેર કરી નથી અને બાયો ડીઝલ ની આડ માં અન્ય પ્રવાહીઓનું વાહન ના ઈધણ તરીકે ઉપયોગ થાય છે જે તદ્દન ગેર કાયદેસર છે.

આથી બાયો ડીઝલ ના નામ હેઠળ વેચાણ થતા અન્ય ગેર કાયદેસર ઈધણ નું વેચાણ બંધ કરાવવાની જાહેરાત પણ કરી હતી.