• ભારત આવી રહેલા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્ની મેલેનિયાના સ્વાગતની જોર-શોરથી તૈયારીઓ ચાલી રહી છે.ત્યારે 25 ફેબ્રુઆરીએ ટ્રમ્પ અને મેલેનિયા દિલ્હીની મુલાકાતે છે. આ દરમિયાન મેલેનિયા ટ્રમ્પ દિલ્હીની એક સરકારી સ્કૂલની મુલાકાત પણ કરવાના છે. તેઓ કેજરીવાલ સરકારની સ્કૂલમાં હેપીનેસ ક્લાસને માણશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા અમેરિકાના ફર્સ્ટ લેડીનું સ્વાગત કરશે.
  • આપણા દેશમાં આ પ્રથમ વખત થઈ રહ્યું છે કે, દિલ્હીની સરકારી સ્કૂલોમાં અમેરિકાના ફર્સ્ટ લેડી વિશેષ મહેમાન થઈને આવવાના છે. મેલેનિયા ટ્રમ્પની આ ખાસ મુલાકાત માટે સ્કૂલમાં દરેક તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ મુલાકાત દક્ષિણી દિલ્હીની સરકારી સ્કૂલમાં આયોજીત કરવામાં આવ્યો છે. તેઓ અહીં હેપ્પીનેસ ક્લામાં બાળકો સાથે સમય પસાર કરશે અને જાણશે કે કેવી રીતે હેપ્પીનેસ સિલેબસ સરકારી સ્કૂલમાં બાળકોને તણાવ મુક્ત બનાવે છે. મેલેનિયા 25 ફેબ્રુઆરીએ બપોરે 12 વાગે આ સ્કૂલની મુલાકાત લેવાના છે.
  • દિલ્હીની કેજરીવાલ સરકારે 2018માં હેપ્પીનેસ ક્લાસની શરૂઆત કરી હતી. આ ક્લાસનો હેતુ બાળકોને તણાવ મુક્ત કરવાનો હોય છે. આ ક્લાસમાં કોઈ લેખીત પરિક્ષા નથી હોતી. માત્ર બાળકોની ખુશીના ઈન્ડેક્શનનું મુલ્યાંકન કરવામાં આવે છે. સ્કૂલ શરૂ થયા પહેલાં 40 મિનિટનો હેપીનેસ ક્લાસ રાખવામાં આવે છે. તેમાં બાળકોને મેડિટેશન, જ્ઞાનવર્ધક અને નૈતિકતા સંબંધિત વાર્તાઓ સંભળાવવામાં આવે છે.
  • ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ અમદાવાદના એરપોર્ટ પર ઉતરશે. અહીં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. વડાપ્રધાન મોદી પોતે તેમને રિસીવ કરશે. અહીં સાત કિલોમીટરનો રોડ શો કરીને મોદી અને ટ્રમ્પ મહાત્મા ગાંધીના સાબરમતી આશ્રમ પહોંચશે.  

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024