James Bond
બ્રિટિશ એજન્ટ જેમ્સ બોન્ડ (James Bond) ની ફિલ્મના ડાયરેક્ટર માઇકલ એપ્ટેડનું 79 વર્ષની વયે અવસાન થયું છે. ડાયરેક્ટર્સ ગિલ્ડ ઑફ અમેરિકાએ જાહેર કર્યા મુજબ ચાલુ મહિનાની 7મીએ એપ્ટેડનું નિધન થયું છે. માઇકલ એપ્ટેડે સિનેમા અને ટેલિવિઝન બંને પર ખૂબ નામ પ્રાપ્ત કર્યુ હતું.
એપ્ટેડે સૌથી લાંબા સમય સુધી ચાલેલી ટીવી સિરિયલ અપનું નિર્દેશન કર્યું હતું. આ સિરિયલમાં એવા 14 બ્રિટિશ નાગરિકોની વાત હતી જે તદ્દન અલગ અલગ વાતાવરણમાંથી આવતા હતા. તેમને એક સાથે રહેવાની ફરજ પડી હતી. તેમણે જેમ્સ બોન્ડઃ ધ વર્લ્ડ ઇઝ નોટ ઇનફ ફિલ્મનું નિર્દેશન કર્યું હતું.
આ પણ જુઓ : ગુજરાતમાં આજે પહોંચશે કોરોના વેક્સિનનો પ્રથમ જથ્થો
આ ઉપરાંત કોલ માઇનર્સ ડૉટર્સ, ગોરિલ્લાઝ ઇન ધ મિસ્ટ ફિલ્મ પણ બનાવી હતી. કોલ માઇનર્સ ડૉટર્સે સંગીત અને કોમેડી સિરિઝમાં બેસ્ટ ફિલ્મનો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ પણ મેળવ્યો હતો.