• લોકડાઉનના લીધે દેશના અર્થતંત્ર પર અસર થઇ છે. જેના લીધે આવકના નુકસાન સાથે સરકારનો ખર્ચ પણ વધ્યો છે.
  • આ પરિસ્થિતિની અસર સરકારની નવી યોજનાઓ પર પડવા લાગી હોવાથી કેન્દ્ર સરકારે નવી યોજનાઓની શરૂઆત પર પ્રતિબંધ મૂકી દીધો છે.
  • નાણાં મંત્રાલયે વિભિન્ન મંત્રાલયોએ અને વિભાગો દ્વારા 9 મહિના કે માર્ચ 2021 સુધી નવી યોજનાઓની શરુ કરવા પ્રતિબંધ મૂકી દીધો છે.
  • નાણાં મંત્રાલયે નાણાંકીય વર્ષ 2020-21 માટે કોઇ નવી યોજનાઓ બહાર નહીં પડે તેવો નિર્ણય લીધો છે. આ પ્રતિબંધ આ યોજનાઓ પર છે જે સ્વીકૃત કે મૂલ્યાંકન શ્રેણીમાં છે.
  • તે ઉપરાંત આ આદેશ એ યોજનાઓ પર પણ લાગૂ થશે જેના માટે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે.
  • ભારત અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાઓ પર કોઇ પ્રતિબંધ મુક્યો નથી.
  • સરકાર દ્વારા રજૂ કરાયેલા આદેશમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે વિભિન્ન મંત્રાલય નવી યોજનાઓની શરૂઆત ના કરે.
  • તથા ગરીબ કલ્યાણ યોજના કે આત્મનિર્ભર ભારત અભિયાનની અંતર્ગત ચાલી રહેલી યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું છે.
  • આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે સ્થાયી નાણાંકીય સમિતિ પ્રસ્તાવો સહિત નાણાંકીય વર્ષ 2020-21માં પહેલેથી જ સ્વીકૃત કે મંજૂરી આપેલ નવી યોજનાઓની શરૂઆત પર એક વર્ષ સુધી પ્રતિબંધ મુક્યો છે.
  • સરકારની પાસે આવક ઓછી હોવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
  • મહાનિયંત્રકની પાસે ઉપલબ્ધ રિપોર્ટ પરથી જાણવા મળ્યું છે કે એપ્રિલ 2020 દરમ્યાન 27548 કરોડ આવક થઇ જે બજેટ અનુમાનના 1.2 % હતી.
  • જ્યારે સરકારે 3.07 લાખ કરોડ ખર્ચ કર્યો જે બજેટ અનુમાનના 10 % હતો.
  • નાણાંમંત્રાલયે કહ્યું હતું કે નાણાંકીય વર્ષ 2020-21માં અંદાજીત દેવું 7.80 લાખ કરોડ રૂપિયાની જગ્યાએ 12 લાખ કરોડ રૂપિયા થશે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024