• જો તમે સાચા ઈરાદાથી પોતાનો બીઝ્નેસ શરુ કરવા માંગતા હોય તો મોદી સરકાર તમને  અઢી લાખ રૂપિયાની સહાય આપશે.
 • એક મહિનામાં એક લાખ રૂપિયાની દવાઓનું વેચાણ કરો છો તો સરકાર તમને વીસ હજાર રૂપિયા આપશે.
 • ઓનલાઈન ફોર્મ ભરીને  આવેદન કરી શકાય છે.. 
 • સ્ટોર શરુ કરવા માટે સરકાર તરફથી 900 દવાઓ આપવામાં આવશે.
 • જેનેરિક મેડીકલ સ્ટોરમાં દવા વેચવા પર 20 ટકા સુધીનું માર્જિન અને માસિક વેચાણ પર 15 %  ઇન્સેન્ટીવ પણ આપવામાં આવે છે. જોકે ઇન્સેન્ટીવની મહત્તમ સીમા માસિક 10 હજાર સુધી હોય છે.
 • સરકારની યોજના અનુસાર ઇન્સેન્ટીવ ત્યાં સુધી આપવામાં આવશે જ્યાં સુધી અઢી લાખ પૂરા નાં થઇ જાય. 
 • જેનેરિક મેડીકલ સ્ટોર શરુ કરવામાં અઢી લાખ રૂપિયા સુધીનો ખર્ચ આવે છે આમ  પૂરો ખર્ચો સરકાર પોતે જ ઉઠાવી લે છે. જેનેરિક સ્ટોર ખોલવા માટે ત્રણ પ્રકારની કેટેગરી બનાવવામાં આવી છે. 
 • પહેલી કેટેગરીમાં કોઈ પણ વ્યક્તિ, બેરોજગાર ફાર્માસિસ્ટ ડોક્ટર અથવા મેડીકલ પ્રેકટીશનર આ સ્ટોર ખોલી શકે છે. 
 • બીજી કેટેગરી મુજબ ટ્રસ્ટ, એનજીઓ, ખાનગી હોસ્પિટલને તક આપવામાં આવશે. 
 • ત્રીજી કેટેગરીમાં રાજ્ય સરકાર તરફથી નામાંકિત એજન્સીઓ આવશે. 
 • નવો સ્ટોર ખોલવા માટે 120 સ્ક્વેયર ફૂટ એરિયામાં દુકાન હોવી જરૂરી છે. સ્ટોર શરુ કરવા માટે સરકાર તરફથી 900 દવાઓ આપવામાં આવશે. 
 • જેનેરિક મેડીકલ સ્ટોરનાં મારફતે મહિનામાં જેટલી દવાઓનું  વેચાણ થશે એના 20 ટકા કમીશનનાં રૂપે આપવામાં આવશે. જો તમે એક મહિનામાં એક લાખ રૂપિયાની દવાઓનું વેચાણ કરો છો તો સરકાર તમને વીસ હજાર રૂપિયા આપશે. 
 • જેનેરિક મેડીકલ સ્ટોર શરુ કરવા માટે રીટેલ ડ્રગ સેલ્સનું લાઈસેન્સ જન ઔષધીનાં નામ પર હોવું જરૂરી છે. અરજી કરવા માટે આધાર કાર્ડ અને પાન કાર્ડની જરૂર રહેશે. 
 • જેનેરિક મેડીકલ સ્ટોર શરુ કરવા માટે janaushadhi.gov.in પર ફોર્મ ડાઉનલોડ કરવું પડશે. આવેદન કરવા માટે બ્યુરો ઓફ પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ ઓફ ઈન્ડિયાનાં જનરલ મેનેજરનાં નામથી મોકલવાનું રહેશે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024