pregnant

Morbi

મોરબી (Morbi) માં પણ એક પાંચ વર્ષની માસુમ સાથે દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે. કલરકામના કારીગર એવા એમપીના યુવાને પાડોશીની માસુમ બાળકી ઉપર મંદિર નજીક દુષ્કર્મ ગુજાર્યું હતું. જો કે, બી ડીવીઝન પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે પરંતુ માસુમ બાળકી હજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

મોરબી (Morbi) ના સામાકાંઠા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં પાડોશીની પાંચ વર્ષની માસુમ બાળકી સાથે દુષ્કર્મનાં આરોપમાં ગઈકાલે રાત્રે બી ડીવીઝન પોલીસે આ પરપ્રાંતીને ઝડપ્યો છે. આ સખ્શ રવી બઘેલ 19 વર્ષનો છે અને મૂળ એમપીનો વતની છે.

ગત રાત્રે મોરબી (Morbi) ના સામાકાંઠા વિસ્તારની એક શ્રમિક સોસાયટીમાં રહેતી પાંચ વર્ષની માસુમ બાળકી સોસાયટીમાં આવેલ મંદિરે દર્શન કરવા અને પ્રસાદ લેવાની આશામાં ગઈ હતી. મોડી સાંજ થવા છતાં બાળકી પરત નહિ આવતા માતા બાળકીને શોધવા નીકળી હતી અને શોધતા-શોધતા મંદિર પાસે આવી તો ત્યાં નું દ્રશ્ય જોઈ માતાના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી.

તેમની પાડોશમાં રહેતો રવી બઘેલ નામનો સખ્શ તેની દીકરી પર દુષ્કર્મ આચરી રહ્યો હતો. માતાને જોઈને રવી ત્યાંથી ફરાર થઇ ગયો. આ બાદમાં બાળકીને સારવાર માટે તરત જ મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. તથા જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી. માતાએ આ સમગ્ર ઘટના અંગે રવી સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

હેવાનિયતની આ ઘટના રાતના 8 વાગ્યાની આસપાસ બની હતી. જોકે પોલીસે આ સખ્શને ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધો છે અને તેની સામે દુષ્કર્મ સહીતની કલમો મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરી લીધી છે. પરંતુ આ ચકચારી ઘટના બાદ મોરબીવાસીઓમાં બળાત્કારી સખ્શ સામે ભારે રોષ છે અને તેને કડકમાં કડક સજા થાય એવી આશા વ્યકત કરવામાં આવી રહી છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.