દુનિયા રહસ્ય, રોમાંચ અને આશ્ચર્યથી ભરેલી છે. ક્યાંક ખૂબસૂરત તો ક્યાંક રોમાંચક જગ્યા પણ આવેલી છે. કેટલીક ખતરનાક, રહસ્યમય અને રોમાંચથી ભરેલી પણ જગ્યાઓ છે. પરંતુ અમે એવી રહસ્યથી ભરેલી જગ્યાની વાત જણાવીએ, જેનો તમને કદાચ જ ખ્યાલ હશે.
સુસાઈડ ફોરેસ્ટ ઓકિઘારા, જાપાન
આ જગ્યા પર 2002માં 78લોકોએ આત્મહત્યા કરી હતી. એક વાર જાપાનમાં કેટલાક લોકો પોતાનું ભરણપોષણ કરવામાં અસમર્થ હતા, તો તેમને ઓકિઘારાના જંગલમાં છોડી દેવામાં આવ્યા હતા. જ્યાં તે લોકો ભૂખથી મરી ગયા હતા. જાપાનમાં માઉન્ટ ફુજીની તળેટીમાં આવેલું ઓકિઘારા જંગલ વિશ્વમાં સુસાઈડ ફોરેસ્ટના નામથી લોકપ્રિય છે. અહીં સુસાઈડ કરનારાની સંખ્યા એટલી હોય છે કે તેમની લાશોને હટાવવા માટે પોલીસે અમુક દિવસોના અંતરે તેને દૂર કરવી પડે છે.
સ્નેક આઈલેન્ડ, બ્રાઝિલ
સાઓ પાલો દ્વીપ સ્નેક આઈલેન્ડના નામથી જાણીતો છે. આ એક સહસ્યમય સ્થાન છે જ્યાં લાખોની સંખ્યામાં સાપ જન્મ્યા અને ક્યારે અહીં રહેવા લાગ્યા. અહીં દરેક ચોરસ મીટરમાં પાંચ સાપ રહે છે. અહીંયા આવેલા સાપની સંખ્યા સૌથી વધુ ઝેરી સાપોમાં થાય છે.
ફેન્ચ કેટકોમ્બ
પેરિસમાં જમીનથી વીસ મીટર ઊંડાઈથી ડિઝાઈન કરવામાં આવી છે, આ જગ્યા કબરોની કબરના નામથી લોકપ્રિય છે. અહીં સાંઈઠ લાખ ડેડ બોડીને સજાવવામાં આવી છે. આ કબરોને મડદાંના હાડકાં અને ખોપડીઓથી બે-બે કિલોમીટરના અંતરે દીવાલ પર સજાવેલી છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.