- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે અલગ અલગ શ્રેણીમાં રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા બાળકોની બહાદુરીની પ્રશંસા કરી હતી.
- આ પ્રસંગે તેમણે બાળકો સાથે ખૂબ વાતો કરી હતી.
- વડાપ્રધાન મોદીએ કહ્યુ કે યુવા સાહસિકો પાસેથી તેમના સાહસિક કામો અંગે સાંભળીને તેમને પ્રેરણા અને શક્તિ મળે છે.
- વડાપ્રધાન મોદીએ તેમના આવાસ પર ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર 2020’ વિજેતા 49 બાળકો સાથે વાતચીત કરી હતી.
- બાળકો સાથે વાતચીત દરમિયાન પીએમ મોદીએ બાળકોને પૂછ્યું હતું કે તમારામાંથી કેટલા લોકો છે જેમને દિવસમાં ચાર વખત પરસેવો વળે છે.
- ઋતુ ઠંડી હોય કે ગરમ? આ અંગે બાળકોએ પોતાના અનુભવો જણાવ્યા હતા.
- ત્યાર બાદ મોદીએ પોતાના ચહેરાની ચમકનો ઉલ્લેખ કરતા કહ્યુ કે, ‘એક વખત કોઈએ મને પૂછ્યું હતું કે મારા ચહેરા પર આટલું તેજ કેમ છે? તો મેં જણાવ્યું હતું કે હું આખો દિવસ ખૂબ મહેનત કરું છું. જેનાથી ખૂબ પરસેવો શરીરમાંથી બહાર નીકળે છે.
- હું આ પરસેવાથી મારા ચહેરા પર માલિશ કરું છું, આ કારણે મારા ચહેરા પર તેજ રહે છે.’
- રાષ્ટ્રીય બાલ પુરસ્કાર વિજેતા બાળકોને સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘થોડા સમય પહેલા જ્યારે તમારા બધાનો પરિચય આપવામાં આવી રહ્યો હતો ત્યારે હું ખરેખરે આશ્ચર્યચકિત રહી ગયો હતો.
- કે આટલી નાની ઉંમરમાં તમે લોકોએ અલગ અલગ ક્ષેત્રમાં જે કામ કર્યું છે તે ખરેખરે અદભૂત છે.’
- પીએમ મોદીએ કહ્યુ કે, તમારા પર ગર્વ છે તમે જે રીતે તમારા સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેના કર્તવ્ય અંગે જે રીતે જાગૃત છો તે જાણીને ગર્વ થાય છે.
- હું જ્યારે પણ તમારા જેવા યુવા અને સાહસિક લોકો વિશે સાંભળું છું ત્યારે મને તેમાંથી પ્રેરણા અને શક્તિ મળે છે.
- 2020ના વર્ષ માટે 49 બાળકોને રાષ્ટ્રીય બાળ પુરસ્કાર આપવામાં આવ્યો છે.
- જેમાં અલગ અલગ રાજ્યોનાં બાળકો સામેલ છે.
- જેમાં એક એક પુરસ્કાર જમ્મુ-કાશ્મીર, મણિપુર અને અરુણાચલ પ્રદેશનો છે.
- આ બાળકોએ કલા, સંસ્કૃતિ, પ્રતિભા, સમાજ સેવા, ખેલ અને બહાદુરીના ક્ષેત્રમાં એવોર્ડ મેળવ્યા છે.
- રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ બાળકોને 22મી જાન્યુઆરીના રોજ ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર 2020’ એનાયત કર્યાં હતા.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News