સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કૃષિ સંશોધન કેન્દ્ર દ્વારા અડિયા ખાતે ચાલતી હોલીસ્ટીક એપ્રોચ યોજના અંતર્ગત હારીજ તાલુકાના ભલાણા તથા પીલુવાડા ખાતે ૨૩ ડિસેમ્બર, ૨૦૨૧ ના રોજ રાષ્ટ્રીય કિસાન દિવસની ઉજવણીના ભાગરૂપે ખેડૂત તાલીમ અને ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બંને ગામોના ખેડૂત ભાઈ- બહેનોએ ભાગ લીધો હતો.
રાષ્ટ્રીય કિસાન દિવસની ઉજવણીના ભાગરૂપે મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક એન. એન. સાલવી તથા જુનીયર રીસર્ચ ફેલો જે.બી.પરમાર અડીયા ખાતે હાજર રહીને ભારતીય અર્થવ્યવસ્થામાં ખેડૂતો આધારસ્તંભ હોઈ ખેડૂતોને રસાયણમુક્ત અનાજ ઉત્પન્ન કરીને તેના નિકાસ થકી ભારતને આર્થિક રીતે સમૃધ્ધ બનાવવા જણાવ્યું હતું.
એન. એન.સાલવીએ સૂક્ષ્મ જીવ થકી કુદરતી સંશાધન વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમજ જે.બી.પરમારે પર્યાવરણ સમતુલા અને પ્રદૂષણ નિયંત્રણ માટે કૃષિ વનિકરણ અપનાવવા જણાવ્યું હતું. આ કાર્યક્રમના અંતે ખેડૂતોને ગુજરાત દાંતીવાડા રાઈ-૪ ના નિદર્શન પ્લોટની મુલાકાત કરાવવામાં આવી હતી.