Nigeria
નાઇજીરિયા (Nigeria) માં એક સ્કૂલ પર ગનમેનની ટોળકી દ્વારા હુમલો કરાયો હતો. સરકારી સાયન્સ સેકન્ડરી સ્કૂલ પર જ્યારે આ હુમલો થયો ત્યારે 800થી વધુ વિદ્યાર્થીઓ ત્યાં હાજર હતા. અનેક વિદ્યાર્થીઓ ગુમ થઇ ગયા હોવાના અહેવાલો છે. સ્થાનિક પ્રશાસનના જણાવ્યા અનુસાર આ હુમલો બેન્ડિટ તરીકે કુખ્યાત ગેંગ દ્વારા કરવામાં આવ્યો હતો.
પ્રશાસનને ડર છે કે કેટલાક વિદ્યાર્થીઓનું હુમલાખોરોએ અપહરણ પણ કર્યું હોઇ શકે છે. હુમલાખોરો અપહરણ કરશે તેવા ડરથી વિદ્યાર્થીઓ ભાગી ગયા હતા. જ્યારે બીજી તરફ હુમલાખોરો સ્થળ પરથી નાસી છુટયા હતા.
આ પણ જુઓ : 15 ડિસેમ્બરે PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, કચ્છની લેશે મુલાકાત
સરકારનો દાવો છે કે આ હુમલામાં કોઇ જ વિદ્યાર્થી ઘાયલ થયા નથી, નાઇજીરિયન પ્રમુખ મુહમ્મદુ બુહારીએ આ હુમલાને વખોડી કાઢ્યો હતો. સાથે જ પુરી સ્કૂલના બધા જ વિદ્યાર્થીઓનું ઓડિટ કરવાનો આદેશ આપ્યો છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.