નાણામંત્રી નિર્મલા સીતારામને LTC કેશ વાઉચર અને ફેસ્ટિવલ એડવાન્સ સ્કીમની જાહેરાત કરી

આ યોજનાનો લાભ જાહેર ક્ષેત્રની બેંકોના કર્મચારીઓને પણ મળશે

દેશના 1 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓને લાભ મળશે

કેન્દ્રએ LTC કેશ વાઉચર સ્કીમની કરી જાહેરાત કરી છે. ગ્રાહક ખર્ચ વધારવા માટે સ્કીમની જાહેરાત કરવામાં આવી છે.  કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે આ LTC યોજનાની જાહેરાત કરવામાં આવી છે. 

તમને જણાવી દઈએકે આ યોજના હેઠળ 4 વર્ષમાં કર્મચારી એકવાર LTCનો લાભ લઈ શકશે છે. LTC અંતર્ગત કર્મચારી દેશમાં ગમે ત્યાં ફરવા જઈ શકશે છે.  કર્મચારીઓના સ્કેલ અને પદના આધારે ટ્રેન કે વિમાન સેવા મળશે. ભારતમાં ક્યાંય પણ ફરવાની સ્થિતિમાં હોમટાઉન જવા માટે બે વાર એલટીસી લાભ આપવામાં આવશે. આ ઉપરાંત 10 દિવસની રજાની પણ જોગવાઈ છે.

નાણા મંત્રી નિર્મલા સીતારામ એ જણાવ્યું કે એલટીસી કેશ વાઉચર સ્કીમ હેઠળ સરકારી કર્મચારીઓની પાસે લીવ એન્કેશમેન્ટ બાદ કેશ મેળવવાનો પણ વિકલ્પ રહેશે. તેમણે 3 વાર માટે ટિકિટ ભાડુ, 12 ટકા અથવા તેનાથી વઘારે જીએસટી વાળા પ્રોડેક્ટ ખરીદીવા માટે ખર્ચ આપવામાં આવશે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

આ માટે માત્ર ડિજિટલ લેવડ દેવડની જ પરવાનગી રહેશે અને જીએસટી ઈનવોઈસ પણ જમા કરાવવાનું રહેશે. સરકારને આશા છે કે એલટીસી કેશ વાઉચર સ્કીમના લગભગ 28 હજાર કરોડ રુપિયાના કન્ઝ્યુમર માંગ વધારવામાં મદદ કરશે.  આ ઉપરાંત સરકારી કર્મચારીઓ માટે સ્પેશિયલ ફેસ્ટિવલ એડવાન્સ સ્કીમની શરુઆત કરવામાં આવી છે. આ અંતર્ગત કર્મચારી એડવાન્સમાં 10 હજાર રુપિયા લઈ શકે છે.

શું છે LTC સ્કીમ?
આ અંતર્ગત સરકારી કર્મચારીને એક કેશ વાઉચર મળશે, જેમાંથી તેઓ ખર્ચ કરી શકશે અને એનાથી અર્થવ્યવસ્થામાં પણ વધારો થશે. જાહેર ક્ષેત્રની બેંકોના કર્મચારીઓને પણ આનો લાભ મળશે. LTCના બદલામાં રોકડ ચુકવણી જે ડિજિટલ હશે એ 2018-21 માટે હશે. આ અંતર્ગત ટ્રેન અથવા વિમાનનું ભાડું ચૂકવવામાં આવશે અને એ કરમુક્ત રહેશે. આ માટે કર્મચારીનું ભાડું અને અન્ય ખર્ચ ત્રણ ગણા હોવા જોઈએ. એવી જ રીતે માલ અથવા સેવાઓ GSTમાં નોંધાયેલા વિક્રેતા પાસેથી લેવી પડશે અને ચુકવણી ડિજિટલી કરાવી પડશે. નાણામંત્રીએ જણાવ્યું હતું કે આનાથી કેન્દ્ર અને રાજ્યના કર્મચારીઓના ખર્ચ દ્વારા માગ અર્થતંત્રમાં લગભગ 28 હજાર કરોડ રૂપિયાની આવક થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024