નીતીશ કુમાર અને ચંદ્રાબાબુએ મોદી સરકારને ટેકો આપવા કરી શકે છે આ સોદો, જાણો કોણે શું માંગશે

TDP-JDU Ministry Demand :  લોકસભા ચૂંટણી 2024માં એનડીએ ગઠબંધનને 293 બેઠકો મળી અને બહુમતનો આંકડો પાર કર્યો. બીજીબાજુ વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનને 234 બેઠકો મળી છે. પક્ષોની વાત કરીએ તો એનડીએના નેતૃત્વમાં ભાજપ 240 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી છે, પરંતુ આ વખતે તે એકલા હાથે સરકાર બનાવવાની સ્થિતિમાં નથી. બીજીબાજુ કોંગ્રેસ 99 બેઠકો સાથે ઇન્ડિયા ગઠબંધનમાં સૌથી મોટી પાર્ટી છે. તો સમાજવાદી પાર્ટીને 37 અને TMCને 29 બેઠકો મળી છે.

લોકસભા ચૂંટણી 2024ના પરિણામો પછી હવે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર કિંગમેકરની ભૂમિકામાં આવી ગયા છે. હવે JDU પાર્ટી ભાજપ સાથે જોરદાર સોદો કરવા જઈ રહી છે. જેડીયુએ દેશમાં જાતિ ગણતરી હાથ ધરવા અને બિહારને વિશેષ દરજ્જો આપવા સાથે કેન્દ્રીય મંત્રી પરિષદમાં ઓછામાં ઓછા પાંચ મંત્રી પદની માંગ કરી છે.  નીતિશ કુમાર કેન્દ્રીય કેબિનેટમાં રેલવે, કૃષિ અને નાણા મંત્રાલય જેવા મહત્વપૂર્ણ મંત્રાલયો પર નજર રાખી રહ્યા છે. એમાં પણ રેલવે મંત્રાલયને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને એનડીએની બેઠકમાં ભાગ લેવા તેઓ બુધવારે દિલ્હી પહોંચ્યા હતા.

બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો અપાવવાનો આગ્રહ

લોકસભા ચૂંટણીના પરિણામો બાદ એનડીએને ટેકો આપવા માટે  જેડીયુ બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો અપાવવાનો આગ્રહ કરી રહી છે. જેડીયુ એમએલસી ખાલિદ અનવરે કહ્યું કે બિહારના સામાજિક અને આર્થિક વિકાસ માટે મોટી રકમની જરૂર છે. આ કારણે જેડીયુ કેન્દ્ર પાસેથી બિહાર માટે વિશેષ રાજ્યનો દરજ્જો અને મોટું ભંડોળ ઈચ્છે છે.

TDP સ્પીકર પદ ઈચ્છે છે

લોકસભામાં સૌથી શક્તિશાળી પદ સ્પીકર ધરાવે છે, આથી ટીડીપી સ્પીકરનું પદ ઇચ્છે છે. એટલું જ નહીં પરંતુ ત્રિશંકુ સંસદની સ્થિતિમાં સ્પીકર મહત્વની ભૂમિકા ભજવશે. પાર્ટીના દિવંગત નેતા જીએમસી બાલયોગીએ 1998થી 2002 સુધી અટલ બિહારી વાજપેયી સરકારમાં સ્પીકર તરીકે પણ સેવા આપી હતી.

બિહારમાં વિધાનસભા ચૂંટણી  વહેલી કરાવવાની ઈચ્છા

આ સિવાય જેડીયુના કેટલાક નેતાઓએ પણ બિહારમાં વહેલી વિધાનસભા ચૂંટણી કરાવવાની ઈચ્છા સીએમ નીતિશ સમક્ષ વ્યક્ત કરી છે. જેથી કરીને જેડીયુ લોકસભા ચૂંટણીમાં મળેલી જીતનો લાભ ઉઠાવી શકે અને વિધાનસભામાં સારી સ્થિતિમાં પહોંચી શકે. જેડીયુ પાસે હાલમાં બિહારમાં માત્ર 45 ધારાસભ્યો છે જ્યારે સહયોગી ભાજપના 78 ધારાસભ્યો છે.

જાતિ ગણતરી મોડ્યુલ દેશમાં લાગુ કરવાની ઈચ્છા

મુખ્યમંત્રી નીતિશ કુમાર બિહારની જાતિ ગણતરી મોડ્યુલને સમગ્ર દેશમાં લાગુ કરવા માંગે છે. જેડીયુ કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં જાતિ ગણતરી કરાવવાનો આગ્રહ કરી રહી છે. ગત વર્ષે બિહારમાં જાતિ ગણતરીના રિપોર્ટના આધારે અનામતનો વિસ્તાર વધારીને 75 ટકા કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત નીતીશ સરકાર ગરીબ પરિવારોને 2 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની યોજના પણ લાવી હતી.

Nelson Parmar

Related Posts

કાનપુરમાં વિદ્યાર્થીઓનું અનોખું પ્રદર્શન, NTAનું શ્રાદ્ધ કર્યા બાદ વિદ્યાર્થીઓએ કરાવ્યું મુંડન

ચાઈનીઝ રોકેટ લૉન્ચ થતાં જ ગીચ કોલોનીમાં પડ્યું

You Missed

વિકાસ કે વિનાશ? અમદાવાદના પાંજરાપોળ પાસે ફલાયઓવરબ્રિજ બનાવવા માટે 80 વૃક્ષો કાપવામાં આવશે

વિકાસ કે વિનાશ? અમદાવાદના પાંજરાપોળ પાસે ફલાયઓવરબ્રિજ બનાવવા માટે 80 વૃક્ષો કાપવામાં આવશે

ભુજ ST. ડેપોમાં ડ્રાઈવરની કરતુતનો વિડીયો વાયરલ

ભુજ ST. ડેપોમાં ડ્રાઈવરની કરતુતનો વિડીયો વાયરલ

કાનપુરમાં વિદ્યાર્થીઓનું અનોખું પ્રદર્શન, NTAનું શ્રાદ્ધ કર્યા બાદ વિદ્યાર્થીઓએ કરાવ્યું મુંડન

કાનપુરમાં વિદ્યાર્થીઓનું અનોખું પ્રદર્શન, NTAનું શ્રાદ્ધ કર્યા બાદ વિદ્યાર્થીઓએ કરાવ્યું મુંડન

ચાઈનીઝ રોકેટ લૉન્ચ થતાં જ ગીચ કોલોનીમાં પડ્યું

ચાઈનીઝ રોકેટ લૉન્ચ થતાં જ ગીચ કોલોનીમાં પડ્યું

રોંગ સાઈડમાં ગયા તો થશે ધરપકડ

રોંગ સાઈડમાં ગયા તો થશે ધરપકડ

નડિયાદ ST ડેપોના બસ ડ્રાઇવરે કેબિનમાં યુવતીને બેસાડી પ્રેમાલાપ કરતો વીડિયો વાયરલ

નડિયાદ ST ડેપોના બસ ડ્રાઇવરે કેબિનમાં યુવતીને બેસાડી પ્રેમાલાપ કરતો વીડિયો વાયરલ
જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024