કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા પાટણ જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું

પોસ્ટ કેવી લાગી?
  • પાટણ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા. ૦૧.૧૨.૨૦૨૧ થી તા. ૧૦.૧૨.૨૦૨૧ સુધી આ જાહેરનામું અમલમાં રહેશે

નોવેલ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે સૂચનાઓ તેમજ માર્ગદર્શિકાઓ પ્રસિદ્ધ કરવામાં આવી છે. હાલમાં રાજ્યમાં કોવિડ-૧૯ ના સંક્રમણની બાબતને ધ્યાને લેતાં રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા તા. ૩૦/૧૧/૨૦૨૧ ના હુકમ ક્રમાંક: વિ-૧/કઅવ/૧૦૨૦૨૦/૪૮૨-B થી ફોજદારી કાર્યરીતિ અધિનિયમ- ૧૯૭૩ તથા ગુજરાત પોલીસ એક્ટ અન્વયે હુકમમાં જણાવેલ જરૂરી પ્રતિબંધાત્મક આદેશો તા. ૦૧/૧૨/૨૦૨૧ થી તા. ૧૦/૧૨/૨૦૨૧ સુધીના સમયગાળા માટેના આદેશો બહાર પાડવા જણાવેલ છે.

જે સંદર્ભે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ની કલમ-૧૪૪ મુજબ મળેલ સત્તાની રૂએ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી સુપ્રીત સિંઘ ગુલાટી દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરી સમગ્ર પાટણ જિલ્લામાં નીચે મુજબના કૃત્યોનું ચુસ્તપણે પાલન કરવા ફરમાવવામાં આવ્યું છે.

A. તમામ દુકાનો, વાણિજ્યિક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટીંગ યાર્ડ, અઠવાડીક ગુજરી/બજાર/હાટ,હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ ચાલુ રાખી શકાશે.
B. સિનેમા હોલ ૧૦૦% બેઠક ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે.
C. જીમ ૭૫% ક્ષમતા સાથે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન ચાલુ રાખી શકાશે.
D. જાહેર બાગ-બગીચાઓ રાત્રિના ૧૦:૦૦ કલાક સુધી જાહેર જનતા માટે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન ખુલ્લા રાખી શકાશે.
E. આ સમયગાળા દરમ્યાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ ૪૦૦ (ચારસો) વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણીની જોગવાઈ યથાવત રહે છે.
F. અંતિમક્રિયા/દફનવિધી માટે મહત્તમ ૧૦૦ (એકસો) વ્યક્તિઓની મંજુરી રહેશે.
G. તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભોમાં તેમજ ધાર્મિક સ્થળોમાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન, ખુલ્લામાં મહત્તમ ૪૦૦ વ્યક્તિઓ પરંતુ, બંધ સ્થળોએ, જગ્યાની ક્ષમતાના ૫૦% (મહત્તમ ૪૦૦ વ્યક્તિઓની મર્યાદામાં) વ્યક્તિઓ એકત્રિત થઈ શકશે.
H. ધો.૯ થી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષ સુધીના કોચીંગ સેન્ટરો/ ટ્યુશન કલાસીસ તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક/ ભરતી અંગેની પરીક્ષાઓ માટેના કોચિંગ સેન્ટરો સ્થળની ક્ષમતાના મહત્તમ ૫૦% વિદ્યાર્થીઓ સાથે બેચવાઈઝ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત S.O.P. સાથે ચાલુ રાખી શકાશે.

I. શૈક્ષણિક સંસ્થાઓ શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી સૂચનાઓને આધિન ચાલુ રાખી શકાશે.
J. શાળા, કોલેજ, અન્ય સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓઅ તેમજ સ્પર્ધાત્મક/ ભરતી અંગેની પરીક્ષાઓ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત S.O.P. સાથે યોજી શકાશે.
K. વાંચનાલયો ૭૫% ક્ષમતા સાથે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત નિયત S.O.P.ને આધિન ચાલુ રાખી શકાશે.
L. પબ્લિક તથા પ્રાઈવેટ બસ ટ્રાન્સપોર્ટની નોન.એ.સી. બસ સેવાઓ ૧૦૦% ક્ષમતા સાથે (Standing not allowed) જ્યારે એ.સી. બસ સેવાઓ મહત્તમ ૭૫% પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે. બસ ટ્રાન્સપોર્ટ સેવાઓને રાત્રિ, કર્ફ્યુમાંથી મુક્તિ આપવામાં આવે છે.
M. પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ/ સ્પોર્ટ્સ સ્ટેડીયમ/ સંકુલમાં રમતગમત ચાલુ રાખી શકાશે.
N. ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો મહત્તમ ૬૦% કેપેસીટીમાં ચાલુ રાખી શકાશે.
O. વોટરપાર્ક તથા સ્વિમીંગ પુલ મહત્તમ ૭૫% કેપેસીટીમાં ચાલુ રાખી શકાશે.

P. સ્પા સેન્ટરો નિયત કોરોના ગાઈડલાઈનના ચુસ્તપણે પાલન સાથે સવારના ૦૯:૦૦ થી રાત્રિના ૦૯:૦૦ કલાક સુધી ચાલુ રાખી શકાશે.
Q. ઉપરોક્ત તમામ આર્થિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યક્તિઓ માટે વેક્સિનનો પ્રથમ ડોઝ ફરજિયાત રહેશે. જે વ્યક્તિઓના RTPCR ટેસ્ટ પોઝીટીવ આવેલ હોય તેવા કિસ્સાઓમાં RTPCR ટેસ્ટ પોઝીટીવ આવ્યાના ૧૪ દિવસથી/ હોસ્પિટલની Discharge summary ની તારીખથી ૯૦ દિવસ પૂર્ણ થયા બાદ તુર્તજ વેક્સીનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે. પ્રથમ ડોઝ લીધાને નિયત સમય મર્યાદા પૂર્ણ થયેલ હોય તો બીજો ડોઝ પણ લીધેલ હોયતે હિતાવહ રહેશે.
R. તમામે ફેસ કવર, માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સીંગનું પૂર્વવત ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

આ જાહેરનામું પાટણ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા. ૦૧.૧૨.૨૦૨૧ થી તા. ૧૦.૧૨.૨૦૨૧ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાની જોગવાઈઓ/ કેન્દ્ર- રાજ્ય સરકારની માર્ગદર્શિકાઓનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ The EPIDEMIC DISEASES Act 1897, THE GUJARAT EPIDEMIC DISEASES COVID – 19 REGULATION, 2020 ની જોગવાઈઓ, ભારતીય દંડ સંહિતા, ૧૮૬૦ ની કલમ ૧૮૮ તથા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ૨૦૦૫ ની જોગવાઈ હેઠળ કાર્યવાહીને પાત્ર થશે.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures