Office
અમદાવાદમાં વૈશ્વિક મહામારી કોરોનાના કેસ રોજે રોજ આવતા રહે છે. રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા કોરોનાને કાબૂમાં લેવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યું છે. આવી પરિસ્થિતિ વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
AMC દ્વારા અમદાવાદ શહેરમાં 30થી વધારે કર્મચારીઓ ધરાવતી ઓફિસો (Office), એકમો, સંસ્થાઓમાં એક કોવિડ કો-ઓર્ડીનેટર (Covid Coordinator) રાખવો પડશે. જે ઓફિસમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કોરોના ગાઈડલાઈનનું પાલન કરાવશે. આ મહત્વનો નિર્ણય AMC ના ખાસ અધિકારીઓની મળેલી બેઠકમાં લેવાયો હતો.
સોશિયલ ડિસ્ટનસના પાલન અને SOP ના પાલનની જવાબદારી કો-ઓર્ડીનેટર (Covid Coordinator) ની રહેશે. 30થી ઓછા કર્મચારી ધરાવતી સંસ્થામાં માલિકની જવાબદારી રહેશે. શહેરના તમામ મોટી ઓફિસોમાં કોવિડ કો- ઓર્ડીનેટર (Covid Coordinator) નિમવાનો રહેશે. જેની જાણ AMCના ઝોનના અધિકારીને કરવાની રહેશે.
- આ પણ વાંચો : Video Call ના ઉપયોગ પર હવે લાગશે આ ચાર્જ, જાણો વિગત
આ કોવિડ કો ઓર્ડીનેટર (Covid Coordinator) ને ઓફિસ (Office) માં કોરોનાને ફેલાતો અટકાવવા તમામ પગલાંઓ લેવામાં આવે છે તેનો 15 દિવસે રિપોર્ટ ઝોન ઓફિસમાં જમા કરાવવાનો રહેશે.તથા ઓફિસ (Office) માં કોઈ કર્મચારીને પોઝિટિવ આવે તો તેના 14 દિવસના કોન્ટેક ટ્રેસિંગ સંબંધિત વિગતો 48 કલાકમાં ઝોન ઓફિસમાં પુરી પાડવાની રહેશે.
તેમજ તેને કોઈ કર્મચારી પોઝિટિવ આવે તો ઝોન ઓફિસને જાણ કરવાની રહેશે. ઓફિસમાં કોઈને કોરોનાનાં લક્ષણ જેવા કે શરદી- ઉધરસ કે તાવ હોય તો નજીકના અર્બન હેલ્થ સેન્ટર પર જઇ ટેસ્ટ કરાવવાનો રહેશે. ઓફિસમાં SOPનું પાલન કરાવી, માસ્ક પહેરી, થર્મલ ગનથી ટેમ્પરેચર ચેક કરી અને સેનેટાઇઝરથી હાથ ધોઈ અને પ્રવેશ આપવાનો રહેશે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.