Rajkot
રાજકોટ (Rajkot) માં ક્રાઇમબ્રાન્ચ દ્વારા માત્ર દસમું ધોરણ પાસ બોગસ તબીબને ઝડપી લેવામાં આવ્યો છે. રાજકોટ ક્રાઇમબ્રાંચ દ્વારા સતત બીજા દિવસે બોગસ તબીબની ધરપકડ કરવામાં આવી છે. ચોક્કસ બાતમીના આધારે મંગળવારે રાજકોટ ક્રાઇમબ્રાંચે દરોડો પાડવામાં આવતા અલગ અલગ જાતની એલોપેથી દવા તથા મેડિકલ સાધનો તેમજ રોકડ રૂપિયા મળી કુલ 1830 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી લલિત દેસાણીની ધરપકડ કરી છે.
આ અંગે તેમણે જણાવ્યું કે, રાજકોટ શહેરના ચાંચડિયા ગામે સોમનાથ ક્લિનીક નામનું દવાખાનું ધનજી માવજીભાઇ સોરાણી નામની વ્યક્તિ ચલાવતો હતો. જેની સામે કોઇ પણ જાતની તબીબી પ્રેક્ટિસ માટેની માન્યતા પ્રાપ્ત ડિગ્રી નથી.
આ પણ જુઓ : હેડમાસ્ટરે અશ્લીલ વિડિયો દેખાડીને પાંચ બાળા પર દુષ્કર્મ આચર્યું
રાજકોટ ક્રાઇમબ્રાંચ ખાતે આઇપીસીની કલમ 419 તથા મેડીકલ પ્રેક્ટીશનર એક્ટની કલમ 30 મુજબ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ હાલ આરોપીની પુછપરછ શરૂ કરી છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.