- સમગ્ર દેશમાં કોરોનનો કહેર જોવા મળી રહ્યો છે ત્યાં
- ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો સતત વધી રહયા છે.
- સૂત્રો મુજબ છેલ્લા ત્રણેક દિવસથી રાજ્યમાં દરરોજ 400થી વધુ કોરોનાના કેસ નોંધાઈ રહ્યાં છે.
- તેથી સાવચેતીના ભાગરૂપે અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં પ્રવેશતા મુસાફરોના આરોગ્યની ચકાસણી ફરજિયાત બનાવી દેવાઈ છે.
- રાજ્યના ગૃહ વિભાગે આ અંગેની વ્યવસ્થા કરવા આરોગ્ય વિભાગને જાણ કરી છે.
- ગૃહ વિભાગે જાહેર કરેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છેકે,
- જો કોઇ બહારથી આવતી વ્યક્તિમાં કોઇપણ પ્રકારના લક્ષણ દેખાય તો તરતજ તેનું સંપૂર્ણ આરોગ્ય પરીક્ષણ કરવામાં આવે.
- આ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છેકે, રાજ્યની અંદર કે આંતરરાજ્ય અવર-જવર માટે કોઇ નિયંત્રણ નથી.
- આ પણ વાંચો: ગુજરાત માટે સારાં સમાચાર,નર્મદા ડેમની સપાટીમાં થયો વધારો.
- ગીર સોમનાથ કોડીનાર નેશનલ હાઈવેની બેદરકારીએ એક યુવકનો ભોગ લીધો.
- લોકડાઉન દરમ્યાન જિલ્લામાં કેટલા લગ્નને મંજૂરી તથા કેટલા સભ્ય લગ્નમાં હાજરી આપી શકશે?
- આંતરરાજ્ય અવર-જવર માટે મંજૂરી કે ઇ-પાસ લેવા જરૂરી નથી.
- તથા અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશતા મુસાફરોની આરોગ્યની ચકાસણી થાય તે જરૂરી છે.
- તેથી અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશતા મુસાફરોની સંબંધિત ચેકપોસ્ટ પર આરોગ્યની ચકાસણી કરવામાં આવે.
- સમગ્ર વ્યવસ્થા આરોગ્ય વિભાગના સહયોગથી ગોઠવવામાં આવે તેવો આદેશ કરવામાં આવ્યો છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News