આજ રોજ સિધ્ધપુર ખાતે ગુજરાત રાજ્ય જીઆઇડીસીના ચેરમેન બલવંતસિંહ રાજપુતના વરદ હસ્તે સિધ્ધપુર જનરલ હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટ તથા પોટૉ ટેન્કનું લોકાર્પણ કરવામાં આવ્યું. લોકલ ફંડમાંથી રૂપિયા ૮૦ લાખના ખર્ચે ૧૦૦૦ એલપીએમ ક્ષમતાનો ટ્રાયમેક કંપનીનો ઓક્સિજન પ્લાન્ટ, સરકાર તરફથી રૂપિયા ૫૦ લાખના ખર્ચે ૫૦૦+૫૦૦ એલપીએમ ક્ષમતાના બોસ્કો ઇન્ડિયા કંપનીના ઓક્સિજન પ્લાન્ટ-ર તેમજ 1 કેએલ 3 પોટૉ ટેન્ક રૂપિયા 29 લાખના ખર્ચે ખરીદવામાં આવેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેર દરમ્યાન રાજપૂતસાહેબે ૨૫ લાખનું માતબર દાન સરકારી હોસ્પિટલમાં ઓક્સીજન પ્લાન્ટ તેમજ અન્ય મેડીકલ સુવિધા માટે આપ્યા હતા.
આ પ્રસંગે સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર, નગરપાલિકાના પ્રમુખ ક્રૃપાબેન આચાર્ય, શહેર ભાજપ પ્રમુખ કિરણકુમાર શાસ્ત્રી, મામલતદાર કનકસિંહ ગોહિલ, ચીફ ઓફિસર જીતેન્દ્રભાઈ પટેલ, સીવીલ તબીબી અધિક્ષક ડો. પરમાર, જિલ્લા ભાજપ મહામંત્રી વિષ્ણુભાઈ પટેલ, જીલ્લા ભાજપ ઉપપ્રમુખ જશુભાઇ પટેલ, મનીષભાઈ આચાર્ય, વિક્રમસિંહ ઠાકોર, બાદશાહભાઈ, અંકુરભાઇ મારફતિયા, ભાવેશ રાજગુરુ, પ્રવીણભાઈ પંચાલ, હેતલબેન પંચાલ, દિનેશભાઈ પટેલ, જે.ડી. પટેલ, અનિતાબેન પટેલ, તરૂણાબેન , સુરપાલસિંહ સહિત મોટી સંખ્યામાં મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.