પાટણમાં ભગવાન જગન્નાથની 4 જુલાઈના રોજ 137 મી રથયાત્રા નીકળનાર છે જેના ભાગરૂપે મંદિર પરિસરમાં વિવિધ ધાર્મિક વિધિઓ સાથે તાડમારી તૈયરીઓ શરૂ થવા પામી છે જેમાં સોમવારના રોજ ભગવાન જગન્નાથ અને બલભદ્રને આંખે પાટા બાંધવામાં આવ્યા હતા તો નગરચર્યા માટે ભગવાનને બિરાજમાન કરવામાં આવનાર ત્રણેય રથોની સાફ સફાઈ હાથધરવામાં આવી હતી. રથયાત્રા દરમ્યાન ભક્તોને મગ અને ચણાનો પ્રસાદ આપવામાં આવે છે ત્યારે ગતવર્ષે રવિવાર હોય 600 મણ પ્રસાદ બનાવામાં આવ્યો હતો પરંતુ ચાલુ વર્ષે રથયાત્રા ગુરુવારના રોજ નીકળનાર હોય વધુ ભક્તો ઊમટવાની શક્યતાને લઇ 100 મણ પ્રસાદમાં વધારો કરી 700 મણ પ્રસાદ બનાવામાં આવ્યો છે.

પાટણમાં દેશની ત્રીજા નંબરની પૌરાણિક ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે ત્યારે આ વર્ષે શહેરમાં 137 મી રથયાત્રા નીકળનાર છે જેના આયોજનના ભાગ રૂપે રથયાત્રા સમિતિ દ્વારા વિવિધ તાડમાર તૈયારી શરૂ કરી દીધી છે તો સાથે મંદિર પરિસરમાં રથયાત્રા પૂર્વ વિવિધ ધાર્મિક વિધિઓ પણ થઇ રહી છે જેમાં સોમવારના રોજ ભાગવાની તબિયત ના તંદુરસ્ત હોવાનો ભાવ પ્રગટ કરી વહેલી સવારે ભગવાન જગન્નાથ અને ભાઈ બલભદ્રને આંખો આવતા પરંપરાગત ધર્મશાસ્ત્રોમાં વર્ણવ્યા મુજબ રૂના પૂમડાંમાં વરિયાળીનું પાણી,કાળી દ્રાક્ષનું મિશ્રણ કરી આંખે પાટા બાંધવામાં આવ્યા હતા અને બુધવારના રોજ સવારે પાટા ખોલવામાં આવશે અને ત્યારબાદ પંચમૂર્ત દ્વારા અભિષેક કરાશે તેવું પૂજારી કનુભાઈ દ્વારા જણાવ્યું હતું .

શહેરમાં નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રામાં વિવિધ સંસ્થાઓ,શાળાઓ અને મંડળો દ્વારા વિવિધ વિષયો,પ્રેરણાતમ્ક સંદેશ,મનોરંજન,અને દેશભક્તિ સહીત ભક્તિ રજુ કરતી 100 જેટલી ઝાંખીઓ જોડાશે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024