Micro Containment Zone

  • જિલ્લાના તમામ નવ તાલુકાઓમાં ૧૪૨ જેટલા વિસ્તારો માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન (Micro Containment Zone) જાહેર કરાયા
  • મેડિકલ ઈમરજન્સી અને આવશ્યક ચીજ વસ્તુઓ કે સેવાઓનો પુરવઠો જાળવી રાખવાના હેતુ સિવાય જાહેર રોડ પર ફરવા કે અવર-જવર પર પ્રતિબંધ ફરમાવતું જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીનું જાહેરનામું
  • કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા સમયાંતરે પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામા સાથે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આનંદ પટેલ દ્વારા કન્ટેનમેન્ટ ઝોનની ગાઈડલાઈન તથા ક્લસ્ટર કન્ટેનમેન્ટ કમિટીની બેઠકમાં થયેલા ઠરાવ મુજબ પાટણ જિલ્લાના ત્રણ તાલુકાઓના વિવિધ વિસ્તારોમાં વધારાના પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
  • ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ તથા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૭(૩) હેઠળ મળેલ સત્તાની રૂએ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આનંદ પટેલ દ્વારા જિલ્લાના પાટણ શહેર અને તાલુકાના ૭૧, રાધનપુર શહેર અને તાલુકાના ૧૩, સાંતલપુર તાલુકાના ૦૪, ચાણસ્મા શહેર અને તાલુકાના ૧૩, હારીજ તાલુકાના ૦૨, સરસ્વતી તાલુકાના ૦૭, સિદ્ધપુર શહેર અને તાલુકાના ૨૭, સમી શહેર અને તાલુકના ૦૪ તેમજ શંખેશ્વર તાલુકાના ૦૧ વિસ્તારો મળી જિલ્લામાં કુલ ૧૪૨ વિસ્તારોમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા નિર્દિષ્ટ માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારોમાં (Micro Containment Zone) વધારાના કૃત્યો પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે..
  • જે મુજબ ઉપરોક્ત વિસ્તારોમાં મેડિકલ ઈમરજન્સી તથા આવશ્યક ચીજ વસ્તુઓ અને સેવાઓનો પુરવઠો જાળવી રાખવાના હેતુ સિવાય કોઈપણ વ્યક્તિને જાહેર રોડ ઉપર પસાર થવા અને અવર-જવર કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
  • સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય તેમજ હોમગાર્ડ કે અન્ય સરકારી કે અર્ધ સરકારી એજન્સી જેઓ કાયદેસરની ફરજ ઉપર હોય તેઓને તથા સરકાર માન્ય વાજબી ભાવની દુકાનો તથા કેન્દ્ર અને રાજ્ય સરકારના આદેશો હેઠળ જેઓને મુક્તિ મળવા પાત્ર છે તેવા ઈસમોને તથા અધિકૃત અધિકારી દ્વારા ઈસ્યુ કરવામાં આવેલ પાસ ધારકોને આ હુકમ લાગુ પડશે નહીં.
  • આ જાહેરનામું તા.૨૫ જુલાઈથી તા.૦૮ ઓગષ્ટ, ૨૦૨૦ સુધી અમલમાં રહેશે.
  • આ હુકમના કોઈપણ ખંડનો ભંગ અગર ઉલ્લંઘન કરનાર શખ્સ ભારતીય ફોજદારી અધિનિયમ-૧૮૬૦ની કલમ-૧૮૮ હેઠળ તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૫ મુજબ શિક્ષાને પાત્ર થશે.
  • કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાંરૂપે લોકોની વધુ અવર-જવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા સારૂ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી કન્ટેનમેન્ટ ઝોનમાં તા.૦૧/૦૭/૨૦૨૦ના ૦૦.૦૦ કલાકથી તા.૩૧/૦૭/૨૦૨૦ના ૨૪.૦૦ કલાક સુધી લોકડાઉનની અવધી લંબાવવામાં આવી છે
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024