પાટણ શહેરની જૂની અને જાણીતી પાટણ નાગરિક સહકારી બેંક દ્વારા કોરોના મહામારી બાદની પરિસ્થિતિમાં નાના વ્યાપાર ધંધાર્થીઓને રાહત થાય તેમજ લોકો ઓછા વ્યાજના દરે લોન લઈ શકે તે હેતુને ધ્યાનમાં રાખીને દિવાળીની ખાસ ભેટરૂપે ૧ લી નવેમ્બરથી વિવિધ પ્રકારના લોનના વ્યાજના દરોમાં એક ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હોવાનું બેંકનાચેરમેન સુરેશભાઈ પટેલે જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે પાટણ નાગરિક સહકારી બેંક દ્વારા લોકોને સહાયરૂપ થવાની ભાવનાથી જીરું વરિયાળી રાયડો જેવા કૃષિઉપજ માટે ગંજ બજારમાં અપાતી પીસીસી લોન, એજ્યુકેશન લોન, ગાડી માટેની લોન, બિલ્ડીંગ લોન, હાઇપોથીકેશન લોન, એચપી ગુડ્ઝ ( એસસીસી ) લોન જેવી વિવિધ લોનના વ્યાજદરોમાં એક ટકા પ્રમાણે ઘટાડો કરવામાં આવેલ છે. તેમણે કહ્યું કે ગોલ્ડ લોનમાં પ્રાઇવેટમાં વધુ વ્યાજ ચૂકવવું પડે છે ત્યારે નાગરિક બેંક દ્વારા બે લાખની મર્યાદામાં ગોલ્ડ લોન ૧૦ ટકાના દરે કરી આપવામાં આવે છે.

આ ઉપરાંત તેમણે જણાવ્યું કે પાટણ શહેરમાં ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શાળા સંકુલમાં ભણીને અનેક નામાંકિત વ્યક્તિઓ આગળ વધેલા છે , જેમાં વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ પાંચમી કે છદ્રૃી ધોરણ એમએન શાળામાં ભણ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું

અને આ બેંકનો વહીવટ ૩૦ વર્ષથી ચલાવતા સંચાલકો નાગરિક બેંકના વરિષ્ઠ ડાયરેક્ટરો પણ તેમાં હોઇ તાજેતરમાં બોડીની પુન:રચના કરાતા તેમાં પ્રમુખ તરીકે ડો.જે.કે. પટેલ , ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ અને મંત્રી તરીકે મનસુખભાઇ પટેલ બિનહરીફ ચૂંટાતા બેન્ક દ્વારા તેમનું ઉમળકાથી સ્વાગત કરવામાં આવ્યું હોવાનું નાગરિક બેંકના ચેરમેન સુરેશભાઈ પટેલે જણાવ્યું હતું .