પાટણ : નોરતા નજીક અકસ્માતમાં બાઈક સવારને ઈજા

પોસ્ટ કેવી લાગી?

પાટણ તાલુકાના નોરતા ગામે બાઈક ઉપર જતા યુવાન બાઈક ઉપરથી નીચે પડી જતા હાથના ભાગે ગંભીર ઇજાઓ થતાં બાલીસણા પોલીસ મથકે બાઇક ચાલક વિરુદ્ઘ બેદરકારી દાખવી ઇજા પહોંચાડવા બદલ ફરિયાદ નોંધાવી છે.

બાલીસણા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ પાટણ તાલુકાના નોરતા ગામે રહેતા પરબતભાઈ કસ્તુરભાઈ પ્રજાપતિ ગામમાંથી ચાલતા ઘરે જઈ રહ્યા હતા.તે દરમિયાન પાછળથી આવી રહેલા મણાભાઈ પુનાભાઈ પ્રજાપતિએ પોતાના બાઇક ઉપર પરબતભાઇને બેસાડ્યા હતા.

ત્યારબાદ થોડે દુર જતા કૂતરુ વચ્ચે આવી જતા બાઇકમાં સવાર બન્નો જણા નીચે પડી ગયા હતા.જેમાં મણાભાઈ પ્રજાપતિને કોઈ ઇજા થઇ નહોતી પરંતુ પરબતભાઇ પ્રજાપતિને હાથની કોણીએ ગંભીર ઇજા થઈ હતી.તો બાઇકને પણ થોડુ નુકશાન થવા પામ્યુ હતું.ત્યારબાદ ઇજાગ્રસ્ત પરબતભાઇ પ્રજાપતિને પાટણની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ મામલે બાઇક ચાલકની બેદરકારીના કારણે બનાવ બન્યો હોવાની ફરિયાદ પરબતભાઇ પ્રજાપતિએ બાલીસણા પોલીસ મથકે બાઇક ચાલક મણાભાઈ પ્રજાપતિ વિરુદ્ઘ નોંધાવી હતી.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures