પાટણ શહેરમાં ચીલઝડપ અને ચોરીના બનાવો દિન પ્રતિદિન વધી રહયા છે ત્યારે પાટણ શહેરના ટી.બી.ત્રણ રસ્તા પાસે અમરનાથ ટેનામેન્ટમાં રહેતા અને પાણીની એજન્સી ચલાવી પોતાના ઘરનું ગુજરાન ચલાવી જોષી મહેશકુમાર દયારામભાઈ આજરોજ પાલિકા બજાર નજીક મીસ્ટર બીન નામની દુકાન સામે પોતાની ગાડી ઉભી રાખી પાણી આપવા ગયા હતા
ત્યારે ભુલથી તેઓ પોતાની ગાડીનો દરવાજો ખુલ્લો રાખતાં તેઓને પોતાની ભુલ ભારે પડી હતી અને પોતાના સીએનજી છોટાહાથીની સીટ પાસે રાખેલ થેલો એક નાનો છોકરો ચોરી કરીને લઈ જતો સીસીટીવી કેમેરામાં કેદ થવા પામ્યો હતો.
ત્યારે થેલામાં વિવિધ પ્રકારના ડોકયુમેન્ટ સહિત સોનાનો કટકો, દોરો, સોનાની ગોળ રીંગ અને બાવીસ હજાર રુપિયા રોકડ રકમ ચોરાઈ ગયાનો અહેસાસ થતા તેઓએ બી ડિવીઝન પોલીસ મથકે ફરીયાદ દાખલ કરવા અરજી આપી છે જોકે આ થેલાની તપાસ કરતાં આ ઈસમને તેનો ખાલી થેલો જનતા હોસ્પિટલ નજીક આવેલી ઠકકર સમાજની વાડી પાસેથી મળી આવ્યો હતો.
જોકે અંદરથી સોના-ચાંદીના દાગીના સહિત રોકડ રકમ અને અગત્યના ડોકયુમેન્ટ મળી આવ્યા ન હતા. જે બાબતે પોલીસને જાણ કરી યોગ્ય તપાસ હાથ ધરવા અરજી આપી હતી.