પાટણ : ભાજપ કાર્યાંલય ખાતે જિલ્લા પ્રમુખના હસ્તે કરાયું ધ્વજવંદન

પાટણ શહેરમાં ૭પમાં સ્વાતંત્ર દિનની ઠેરઠેર રાષ્ટ્રધ્વજ ફરકાવીને હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

ત્યારે પાટણ જિલ્લા ભાજપ કાર્યાંલય ખાતે જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોરના વરદહસ્તે દેશના આન, બાન અને શાન સમા તિરંગાને લહેરાવી રાષ્ટ્રગાન સાથે સલામી આપી સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોરે ૭પમાં સ્વાતંત્ર પર્વને લઈ જિલ્લાવાસીઓને લોકસંદેશો પાઠવ્યો હતો.