પાટણ : સેનામાંથી નિવૃત્ત થયેલ જવાનનું કરાયું ભવ્ય સ્વાગત

પાટણ જિલ્લાના વઢિયાર પંથકના ભારતીય જવાન ભોજાભાઇ નારણભાઇ ભરવાડે ૩૧ વર્ષ સુધી ભોમની રક્ષા કાજે ભારતીય સેનાની(સીઆરપીએફ) અંદર ફરજ બજાવી નિવૃત્ત થતા તેમનુ માદરે વતન સમી ગામના સેવાભાવી વડીલો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

ભારતીય સેનામા પોતાના જીવનના ૩૧ વર્ષ માં ભોજાભાઈ ભરવાડે જમ્મુ કાશ્મીરમાં ૧૪ વર્ષ, આસામમાં ૮ વર્ષ,ત્રિપુરામાં ૩ વર્ષ, પંજાબમાં ૬ વર્ષ અને રાજસ્થાનમાં ૩ વર્ષ એમ વિવિધ રાજ્યોની અંદર તેઆેએ મા ભોમની રક્ષા કાજે ૩૧ વર્ષ સુધી દેશ સેવાનું કાર્ય કયુઁ છે.

તેમની આ દેશસેવા બાદ તેઆે વય મર્યાદાને લઈને નિવૃત્ત થતાં તેને ધ્યાનમાં રાખી તેઆેના વઢિયાર પંથકના માદરે વતન સમી ગામના સેવાભાવી વડીલો દ્વારા તેમનું સાલ અને મોમેન્ટો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.