પાટણ : સમોરા માતાની વર્ષગાંઠને લઈ યોજાઈ બેઠક

પાટણ સ્વામી પરિવાર નાં કુળદેવી શ્રી સમોરા માતાજી ની આગામી ૧પ મી આેગસ્ટ નાં દિવસે ઉજવવામાં આવનાર વર્ષ ગાંઠ પર્વની ઉજવણીને અનુલક્ષી શનિવારની સાંજે શહેરના નરિસહ ભગવાનનાં મંદિર પરિસર ખાતે પરિવારનાં ચાર થડાના સભ્યોની બેઠક મળી હતી. આ બેઠકમાં નવાં વર્ષના પ્રમુખ તરીકે સતત ચોથી વખત યશપાલ સ્વામી ની સવાનુમતે વરણી કરવામાં આવી હતી.

આગામી ૧પ મી આેગસ્ટનાં રોજ સ્વામી પરિવાર નાં કુળદેવી શ્રી સમોરા માતાજી ની વર્ષગાંઠ પવની ઉજવણી પ્રસંગે માતાજી ની પાલખી યાત્રા,યજ્ઞ સહિત સમૂહ પ્રસાદ સહિતના ધાર્મિક ઉત્સવો ઉજવવાનું સર્વનુમતે નક્કી કરવામાં આવ્યું હતું.

આ સાથે સ્વામી પરિવાર ની પરિચય પુિસ્તકા વહેલામાં વહેલી તકે તૈયાર કરવામાં આવે તે માટે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો.સાથે સાથે દાતા પરિવાર નાં સહિયોગ થી શ્રી પદ્મનાભ ભગવાન ની વાડી પરિસરમાં કુળદેવી શ્રી સમોરા માતાજી ના નવિન મંદિર નિર્માણ બાબતે કમિટી બનાવી જેમ બને તેમ વહેલી તકે મંદિર નિર્માણ નું કાર્ય હાથ ધરવામાં આવે તે બાબતે પણ પરિવારના સભ્યો એ ચર્ચા કરી હતી.