A surprise check by the Forest Department and the Police Department to stop the sale of Chinese rope

ઉત્તરાયણ પર્વ નજીક આવતાં જ બજારમાં શનિવારે પાટણ વનવિભાગ, એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ વિભાગ દ્વારા પાટણ ની તમામ દુકાનો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને દુકાનદારોને ચેતવણી આપવામાં આવી કે જો કોઈપણની દુકાનમાં ચાઈના દોરી પકડાશે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

પતંગ દોરીના દુકાનદારો પૈસા કમાવવાની લાલચમાં આવી દોરી વેચી રહ્યા હોય છે અને આ ચાઈના દોરીના કારણે પશુ પક્ષીઓ ને પણ નુકસાન થતું હોય છે.

પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં પતંગ દોરી ના સ્ટોર ઉપર વન વિભાગ કચેરી અને એ ડિવિઝન,બી ડિવિઝન પોલીસ સ્ટાફ ની ટીમ દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરાતા પતંગ દોરી ના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓમાં પણ ઘડીભર માટે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. ત્યારે ઉપસ્થિત ટીમના અધિકારીઓએ પતંગ દોરી ના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓને પ્રતિબંધિત ચાઇનીઝ દોરી નું વેચાણ ન કરવા અપીલ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024