Patan : સરસ્વતી તાલુકાના ભાટસણ નજીક હાઇવે ઉપર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માતમાં ઊંટવાળાના યુવાનનું મોત થયું હતું. આ અંગે મૃતકના પરિવારજનોએ વાગડોદ પોલીસ મથકે ટર્બો ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.
સરસ્વતી તાલુકાના ઉંટવાડા ગામે રહેતા ઠાકોર કિશનજી લાડજીજી ઉમર 20 વર્ષ ભાટસણ ગામ નજીક હીરા ઘસવાના કારખાનામાં કામ કરતો હતો તે સોમવારે બપોરે ભોજન કરવા માટે છાશ લેવા માટે અમરાપુર હોટલ ઉપર જઈ છાસ લઇ પરત બાઈક ઉપર કારખાને આવી રહ્યા હતા તે વખતે અજાણ્યા ટ્રક ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માત બાદ ટર્બો ચાલક નાસી છૂટ્યો હતો આ અકસ્માતમાં ઇજા થયેલ યુવાન રોડની સાઈડમાં બાવળ ની ઝાડીમાં પડ્યો હતો આ અંગે 108 ને ફોન કરતા સ્થળ ઉપર દોડી આવી તપાસ કરતા યુવાન મૃત હાલતમાં હતો.
ત્યારે મૃતદેહ ને સીએસસી કેન્દ્ર ખાતે પીએમ અર્થે ખસેડ્યો હતો. જ્યાં પીએમ કરી મૃતદેહ વાલી વારસો ને સોંપ્યો હતો. આ અંગે મૃતકના પરિવાર ના સભ્યો દ્વારા વાગડોદ પોલીસ મથકે ટર્બો ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધાવ્યો હતો. તેની તપાસ અધિકારી પી.એસ.આઇ વિનોદ લીમ્બાચીયા જણાવ્યું હતું કે યુવાનનું પીએમ કરતા ડોક્ટરે પ્રાથમિક રિપોર્ટમાં જણાવ્યું હતું કે અકસ્માતમાં યુવાને પગના સાથળમાં અને માથાના ભાગે ઇજાઓ થતા હેમરેજ થઈ જતા યુવાનનું મોત થયું હતું.