પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ એકસન માં આવતા રેલવે તંત્ર દ્વારા તુટેલા રોડનુ કામ કરાયું શરુ.

આજ રોજ પાટણ શહેરના કુણાલ ઝેરોક્ષ થી યુનિવર્સિટી જવાનાં માર્ગ ઉપર આવેલ રેલ્વે ફાટક ની આજુબાજુ મોટા મોટા ખાડાઓ પડ્યાં છે.એના કારણે પાટણની જનતા ને ખૂબ મોટી તકલીફો પડતી હોવાથી પાટણનાએક્ટિવ અને જાગૃત ધારાસભ્ય શ્રી ડૉકિરીટભાઈ પટેલે તાત્કાલિક તે જગ્યા ઉપર જઈ રેલ્વેના અધિકારીઓ ને ફોન કરી તાત્કાલિક ત્યાં બોલાવી બે દિવસ માં આ રોડ સરખો કરવા માટે ધારદાર રજુઆત કરી હતી.

પાટણનાએક્ટિવ અને જાગૃત ધારાસભ્ય શ્રી ડૉકિરીટભાઈ પટેલે જણાંવેલકે પાટણની જનતાને તકલીફ એટલે મારી તકલીફ એમ સમજીને તાત્કાલિક ત્યાં જઈને રોડ સરખો કરવા માટે રેલ્વે અધિકારી ને ધારદાર રજુઆત કરવા આવી છે.

નોંધનીય છે કે સવારે પાટણ ના એકટીવ ધારાસભ્ય એકસન માં આવતા બપોરે રેલવે. તંત્ર એક્શન માં તુટેલા રોડ ને‌ લંઈ તાત્કાલિક રોડનું સમારકામ હાથ ધરાયુ હતું.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.