પાટણ નવાગંજ બજારમાં એ.પી.એમ.સી. હોલ ખાતે ર૯ મો રસીકરણ તેમજ એકયુ પ્રેશર કેમ્પ યોજાયો હતો. નવાગંજના વેપારી તેમજ મજુરી કરતા વૈતરાઆેને રસીનો ડોઝ આપવામાં આવ્યો હતો. તો ચેરમેન ઉમેદભાઈ ચૌધરી એ જણાવ્યું હતું કે રોજ ૮૦ થી ૧૦૦ જેટલા વેપારીઆે તેમજ કામદારો કોરોના વેકિસનના ડોઝ લેવા આવે છે.
અત્યાર સુધીમાં ૯૦૦ જેટલા કામદારો સહિત વેપારીઆેએ કોરોના વેકિસનનો ડોઝ લીધો છે.તો ડોકટર સુરેશભાઇ પ્રજાપતિ દ્વારા વેપારી તેમજ કામદારોને એકયુપ્રેસર દ્વારા તપાસ કરવામાં આવી હતી અને રોજ રપથી વધુ દર્દીઓની એકયુપ્રેશર પધ્ધતિથી તપાસ કરી તેઓનો ઉપચાર કરવામાં આવી રહયો છે.