પાટણ-ભીલડી અને પાટણ મહેસાણા બ્રોડગેજ રેલવે લાઈનની સુવિધા ઉપલબ્ધ બનતા રેલવેના ઉચ્ચ અધિકારીઓ પણ પાટણ રેલવે સ્ટેશનની અવારનવાર મુલાકાત લઇ જરૂરી સુવિધા ઉપલબ્ધ બને તે માટે પ્રયત્નશીલ બન્યા છે. ત્યારે રવિવારના રોજ અમદાવાદ રેલવે ડિવિઝનમાં ડીઆરએમ તરુણ જૈન પાટણ રેલવે સ્ટેશનની ઐપચારિક મુલાકાત તેમજ પાટણ રેલવે સ્ટેશનના ઇન્સ્પેક્શન માટે આવ્યા હતા.
અમદાવાદ રેલવે વિભાગના ડીઆરએમ તરુણ જૈન પાટણ રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચતા તેઓનું મહેસાણા રેલવે ડિવિઝનના ઇજનેર રાજીવજી સિંગ, પાટણ રેલવે સ્ટેશન પ્રબંધક એમ એચ પઠાણ, ઉપ સ્ટેશન પ્રબંધક પી આર મીના દ્વારા બુકે આપી સ્વાગત કરી આવકારવામાં આવ્યા હતા.
ડીઆરએમ તરુણ જૈને પાટણ રેલવે સ્ટેશનના તમામ ડિપાર્ટમેન્ટમાં મુલાકાત લઈ સ્થાનિક રેલવે અધિકારીઓને જરૂરી સૂચનો કરી રેલવેની જરૂરી સુવિધાઓ ત્વરિત ઉપલબ્ધ બને તે માટે તત્પરતા બતાવી હતી. સાથે સાથે તેઓએ પાટણ રેલવે સ્ટેશન પર પાર્સલ રૂમ, રેલવે પોલીસ સ્ટેશન, વેઈટિંગ રૂમ,રેલવે મોનીટરીંગ રૂમ, સહિતના વિભાગોની મુલાકાત લીધી હતી. જ્યારે રેલવે સ્ટેશન ની બાજુના જજરિત બનેલા અને બંધ હાલતમાં પડેલા સ્ટાફ કવાટસ બાબતે જરૂરી વિચાર વિમર્શ સાધી તેના નવીનીકરણ માટે તત્પરતા બતાવી પાટણ રેલવે સ્ટેશનનો ચાટ નિહાળ્યો હતો.
અમદાવાદ રેલવે ડીવીઝનના ડી.આર.એમ તરૂણ જૈને પાટણ રેલવે સ્ટેશન ની ઐપચારિક મુલાકાત સાથે ઇન્સ્પેકશનની કામગીરી પૂર્ણ કરી પરિવાર સાથે પાટણના પંચાસર જૈન દેરાસર અને વલ્ર્ડ હેરિટેજ રાણકીવાવ ની પણ મુલાકાત લીધી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.