પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલી કોંગ્રેસ શાસિત નગરપાલિકામાં સફાઇ કામદારોને લઈને વિવાદના મામલે રાધનપુરની ૩૦થી વધારે સોસાયટીઓ ગંદકીનો ભોગ બની રહી છે.
રાધનપુર નગરપાલિકા ખાતે ૧૦૪ સફાઈ કામદારો સ્વસ્થ રાધનપુર કરવાની કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન રાધનપુર સ્વસ્થ અને ચોખ્ખું દેખાતું હતું પરંતુ રાધનપુર નગરપાલિકા ખાતે ૧૬ લોકોની સફાઈ કામદારોની ભરતી કરવામાં આવી હતી. તેને લઇને વિવાદ છેડાતા ૧૦૪ સફાઈ કામદારોએ રાધનપુર નગરની કામગીરી સફાઈની છોડી દેતા રાધનપુરમાં ઠેર ઠેર ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે.
ત્યારે નગરપાલિકાના ચૂંટાયેલા સભ્ય પ્રમુખ અને ઉપ પ્રમુખ દ્વારા મજૂરોને સમજાવવાની કોશિશ કરી સફાઈ કામદારોને અંતે સમાધાન થતા જુના સફાઇ કામદારોને રાધનપુર દરવાજા અંદરની સફાઇ કામગીરી સોંપવામાં આવી હતી અને નવા ૧૬ મજૂરો ભરવામાં આવ્યા હતા. તેઓને દરવાજા થી બહારના વિસ્તારની સોસાયટીઓની સફાઇની કામગીરી સોંપવામાં આવી હતી પરંતુ સોળ સફાઈ કામદારો જે ભરવામાં આવ્યા છે તે સફાઇની કામગીરી ન કરતાં હોવાના કારણે રાધનપુરની ૩૦થી વધારે સોસાયટીઓ ગંદકીનો ભોગ બની હતી.
રાધનપુર નગરપાલિકાના પ્રમુખ ચીફ ઓફિસર અને અન્ય ચૂંટાયેલા સદસ્યો રાધનપુરને ગંદકીમાં ધકેલી રહ્યા છે કોરોનાની ત્રીજી લહેર આવે તે પહેલા રાધનપુર નગર રોગચાળાનો ભોગ ના બને તેવી લોકોની અંદર ચિંતા જોવા મળી રહી છે. તહેવારોના ટાઈમે રાધનપુર નગરની તમામ સોસાયટીઓ ગંદકીનો ભોગ બની રહી છે ભાજપ-કોંગ્રેસના આગેવાનો નગરપાલિકના વહીવટ સામે નારાજ દેખાઈ રહ્યા છે રાધનપુર નગરપાલિકા કચેરી ખાતે ફરજ બજાવતાં ચીફ ઓફિસર સામે પણ લોકો નારાજગી દર્શાવી રહ્યા છે.