ભાજપ પક્ષ સાથે વર્ષ ૧૯૮ર થી પક્ષના સંનિષ્ઠ કાર્યકર તરીકે પાર્ટીને વફાદાર રહી હંમેશાં પાર્ટીના હિતના કાર્ય કરનાર તેમજ પાર્ટીના દરેક કાયક્રમો માં અથાક મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરનાર રૂદ્રદત રાવલ સાથે આજરોજ ભારતીય જનતા પાર્ટીના કેટલાક આગેવાનો દ્વારા અન્યાય કરી આટલાં વર્ષની તેમની નિષ્ઠા અને ઈમાનદારી પ્રત્યે દુલક્ષ સેવી તેમને કોઈ હોદો નહી આપતાં આખરે તેઆેએ અન્ય પાર્ટીના સભ્ય તરીકે જોડાવાની જગ્યાએ પાર્ટીનાં કાર્યકર રહી પાર્ટી સામે જ મોરચો માંડવાનો નિર્ણય કર્યો હતો.

ત્યારે આજે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભુખ હડતાળ ઉપર ઉતર્યાં હતા.તેમને જણાવ્યું હતું કે પક્ષમાં નિસ્વાર્થ ભાવે કરેલી કામગીરીની પક્ષે કોઈ દિવસ કદર કરી નથી. આજદિન સુધી પક્ષે કોઈપણ હોદ્દો પણ ના આપ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. આ સાથે તેમણે પોતાની પત્નીનું નામ ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના લીસ્ટમાં સમાવેશ ન કરાતાં ભાજપ સામે બાંયો ચડાવી ભૂખ હડતાળ ઉપર ઉતર્યાં હોવાનું જણાવ્યું હતું.

આમ, જો પોતાના પક્ષમાં જ અન્યાય થતો હોય તો ભાજપની ગુજરાત સરકારમાં આમ પ્રજાની કામગીરી કે કલ્યાણ કયાંથી થતા હશે? તેવા પ્રશ્નાર્થ પણ ઉદભવવા પામ્યા હતા. તો ઘટનાની જાણ શહેર ભાજપ પ્રમુખને થતા તેઆે તાત્કાલિક કાર્યાલયે પહોંચ્યા હતા અને તેમને સમજાવીને પારણા કરાવ્યા હતા.