પાટણ : મોંઘવારી અને વીજળીને લઈ અપાયું આવેદન

પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વધતી મોંઘવારી તેમજ ખેડૂતો માટે પૂરતા પ્રમાણમાં નિયમિત વીજળીની માંગ સાથે શહેરના બગવાડા દરવાજા ખાતે ધરણાં યોજી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં મોંઘવારીએ માઝા મૂકી છે અને દિવસે દિવસે પેટ્રોલ ડીઝલ તેમજ ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં તોતિંગ ભાવવધારો ઝીંકાયો છે.જેને લઇને મધ્યમ વર્ગની હાલત કફોડી બની છે અને ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.તો વધુમાં છેૡા થોડાક સમય થી વીજ કાપ થી ખેડૂતોની હાલત કફોડી બની છે.

ખેડૂતો ને સમયસર પૂરતી વીજળી મળી રહે તેવી માંગ પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના બગવાડા દરવાજા ખાતે ધરણા યોજી સરકાર સામે સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ બગવાડા દરવાજા થી રેલી નીકળી રાજ મહેલ રોડપર પાંચ મિનિટ ચક્કાજામ કરી વાહ રોકયા હતા

ત્યારબાદ કલેકટર કચેરી રેલી પહોંચીને કલેકટરને આવેદનપત્ર આપી રાજ્ય સરકાર દ્વારા મોંઘવારીને અંકુશમાં લાવવામાં આવે અને ખેડૂતોને સમયસર પૂરતી વીજળી મળી રહે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

આ બાબતે કિસાન કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભૂરાભાઈ જોષીએ પણ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતુંકે રાજ્ય સરકાર મોંઘવારી ડામવામાં સદંતર નિષ્ફળ ગઈ છે.વીજ કાપ થી ખેડૂતોની હાલત કફોડી બની છે. આ બાબતે યોગ્ય નિકાલ લાવવા જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શંકરજી ઠાકોર પાટણ ધારાસભ્ય કીરીટ પટેલ માઇનોરીટી ડીપાર્ટમેન્ટ ના ચેરમેન ભુરાભાઈ સૈયદ, શહેર કોંગ્રેસ પ્રમુખ ભરત ભાટીયા સહિત કોંગ્રેસના હોદેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.