પાટણ : ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા કલેકટરને અપાયું આવેદન

- Advertisement -

This browser does not support the video element.

સમગ્ર રાજ્યમાં ચાલી રહેલુ પોલીસ આંદોલન દિવસેને દિવસે વેગવંતુ બની રહ્યું છે.આ આંદોલનમાં હવે રાજકીય પક્ષોની સાથે-સાથે વિવિધ સામાજિક સંગઠનો પણ જોડાયા છે.

જેના ભાગરૂપે આજરોજ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા પાટણ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.પાટણ કલેકટર કચેરી બહાર ક્ષત્રિય ઠાકોર સેના પાટણ જીલ્લાના હોદ્દેદારો અને કાર્યકરોએ એકઠા થયા હતા અને પોલીસકર્મીઓને ગ્રેડ પે સહિતની માંગણીઓનો તાત્કાલિક અસરથી નિકાલ લાવવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આ બાબતે ક્ષત્રિય ઠાકોર સેના પાટણ જિલ્લા પ્રમુખ જીબાજી ઠાકોરે જણાવ્યું હતુંકે રાજકીય તાયફાઓ સામાજિક રેલીઓમાં પોલીસ સરકાર સાથે ખડેપગે ઊભી હોય છે.
તમામ પ્રકારના વાર તહેવારો દિવાળી દશેરા હોળી ધુળેટી જેવા તમામ પ્રસંગો માં પોલીસ ખડેપગે રહીને લોકોની રક્ષા કરે છે.

ત્યારે આજે પોલીસકર્મીઓ પોતાની માંગણીઓને લઇને સરકાર સામે આવી શકતા નથી.ત્યારે આવા સમયે ક્ષત્રિય ઠાકોર સેનાની ટીમ પોલીસના સમર્થનમાં આવી છે.અને આ બાબતે પોલીસકર્મીઓને ન્યાય નહિ મળે તો આગામી સમયમાં વિધાનસભાનો ધેરાવો કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.આ કાર્યક્રમમાં ક્ષત્રિય ઠાકોર સેના પાટણ તાલુકા પ્રમુખ જગદેવસિંહ ઠાકોર,સરસ્વતી તાલુકા પ્રમુખ ભવાનજી ઠાકોર, દિનેશજી ઠાકોર બેચરજી ઠાકોર સહીતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિતિ રહ્યા હતા.

તો ગુજરાત પોલીસને ગ્રેડ-પે વધારવા અને તેઓની સાથે થતા અન્યાયની સામે ન્યાય મેળવવા કિસાન ક્રાંતિ ટ્રસ્ટ ગુજરાત પણ તેઓના સમર્થનમાં આવી કલેકટરને આવેદનપત્ર આપી જાહેરમાં સમર્થન આપ્યું હતું. આ બાબતે કિસાન ક્રાંતિ ટ્રસ્ટના ઠાકોર જગશીજીએ પોતાના પ્રતિભાવો વ્યકત કર્યા હતા.