પાટણ : વૃક્ષાના ઉછેર અને સંવર્ધન માટે બંધાઈ રાખડી

હિન્દુ ધર્મમાં તહેવારોનું વિશેષ મહત્વ રહેલુ છે ત્યારે પવિત્ર શ્રાવણ માસમાં આવતા ભાઈ બહેનના સબંધને સાકાર કરતો તહેવાર એટલે રક્ષાબંધન આગામી સમયમાં આવી રહેલ રક્ષાબંધનના તહેવારને લઈને આજરોજ પાટણ જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા શહેરના આનંદ સરોવર ખાતે વૃક્ષોને રાખડી બાંધવામાં આવી હતી.પ્રવર્તમાન કોરોનાની મહામારીમાં આેિક્સજનની સવિશેષ જરૂરિયાત ઊભી થઈ હતી અને આેિક્સજનના અભાવે અનેક લોકો મોતને ભેટ્યા હતા.ત્યારે પાટણ જિલ્લામાં પણ પૂર્ણ અને બીજી લહેર માં ઘણા લોકોએ પોતાના સ્વજનોના જીવ ગુમાવ્યા છે ત્યારે વૃક્ષોનું જતન થાય અને હાલના સમયમાં વૃક્ષોના નિકંદનના કારણે ગ્લોબલ વોમિઁગની અસર વર્તાઈ રહી છે.

ત્યારે વૃક્ષોનું સાચા અર્થમાં જતન થાય તેવા ઉમદા હેતુથી પાટણ જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા શહેરના આનંદ સરોવર ખાતે તમામ વૃક્ષોને રાખડી બાંધવામાં આવી હતી. વૃક્ષોના કારણે માનવજીવનને પ્રાણવાયુ મળી રહે છે ત્યારે વૃક્ષોનું જતન થાય તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાની બહેનો જોડાઇ હતી.

આ પ્રસંગે પાટણ શહેર મહિલા મોર્ચોના મહામંત્રી માનસીબેન ત્રિવેદીએ વૃક્ષાોને રાખડી બાંધવાના કાર્યક્રમ અંગે પોતાના પ્રતિભાવો વ્યકત કર્યાં હતા.