પાટણ શહેરમાં વસતા સિંધી પરિવારના ઈષ્ટદેવ શ્રી ઝુલેલાલ ભગવાન (વરુણદેવ) નું મંદિર ચાચરીયા ચોક ખાતે આવેલ છે. ઈષ્ટદેવ ઝુલેલાલ ભગવાનનો જન્મ ચૈત્ર સુદ-બીજના રોજ થયો હતો. એ દિવસ ચેટીચંદ સિંધી ભાઈ-બહેનોનું નવું વર્ષ તરીકે મનાવવામાં આવે છે અને આસો સુદ-બીજના દિવસે ઈષ્ટદેવ શ્રી ઝુલેલાલ ભગવાને જળમાં અંતરધ્યાન (સમાધિ) થયા હતા.
એટલે આ દિવસને અસુચંઢ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે સિંધી સમાજ પરિવારના ભાઈઓ-બહેનો ભજન કિર્તન કરીને ઝુલેલાલ ભગવાનને નૈવેધ રુપે મીઠા ભાત અને ચણા ધરાવવામાં આવે છે.
ત્યારબાદ એક માટલીમાં મીઠા ભાત, ચણા, સાકર, કાજુ-બદામ, ગોળ, કેસરની આહુતિ આપીને તેના પર શ્રીફળ ઢાંકી સાકરનો ટૂકડો મૂકી લાલ કપડુ મૂકી નાળાછડી બાંધી જળાશયમાં પધરાવવામાં આવે છે જે જળના જળચરો ખાઈને તૃપ્ત થાય છે.
આ કાર્યક્રમમાં સૌ ઝુલેલાલ રાસમંડળના કારોબારી સભ્યોએ હાજર રહી સેવા આપી હતી. આ કાર્યક્રમનું સંચાલન ખેમચંદ એ. પોહાણી અને રાજુભાઈ રામચંદભાઈ ઠકકરે કયું હતું.