પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતીબેન મકવાણાના જન્મ દિવસ નિમિત્તે પ્રથમવાર આજે જિલ્લા પંચાયતના હોલમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
પાટણ જિલ્લા પંચાયત ખાતે પ્રમુખના જન્મ દિવસ નિમિત્તે પ્રથમવાર સેવાકીય પ્રવૃત્તિ રૂપે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો જેને કર્મચારીઓ તેમજ રક્તદાતાઓ તરફથી સુંદર પ્રતિસાદ સાંપડયો હતો અને મહિલા પ્રમુખના વર્ષ જેટલા યુનિટ રક્તદાન થયું હતું.
રક્તદાન કેમ્પમાં જિલ્લા પંચાયતના કર્મચારીઓ તેમજ અન્ય કાર્યકરો અને શુભેચ્છકો દ્વારા રક્તદાન કરાયું હતું.
પાટણ એસ.કે.બ્લડ બેન્ક દ્વારા રક્તદાનની સુવિધા કરવામાં આવી હતી.