પાટણ શહેરમાં આવેલી વિવિધ સામાજીક અને સ્વૈચ્છીક સંસ્થાઓ દવારા પ્રસંગોપાત બ્લડ ડોનેશન કેમ્પો યોજીને જરુરીયાતમંદ સુધી બ્લડ પહોંચાડવાના સુદર કાર્યાં કરવામાં આવતા હોય છે

ત્યારે કેટલીકવાર સેવાભાવી સંસ્થાઓથી જોડાયેલા વ્યકિતઓના જન્મદિને પણ બ્લડ ડોનેશન કેમ્પો યોજીને જરુરીયાતમંદો સુધી બ્લડ પહોંચાડવાની સાથે સાથે સમાજના યુવાનોને એક નવી રાહ ચિંધવાના પણ પ્રયાસો કરવામાં આવતા હોય છે ત્યારે પાટણની પ્રતિષ્ઠત શૈક્ષણિક સંસ્થા પીપીજી એક્ષપરીમેન્ટલ હાઈસ્કૂલના મદદનીશ લેબ શિક્ષક અને રોટરી કલબ ઓફ પાટણના પૂર્વ મંત્રી સહિત પર્યાવરણ પ્રેમી, જીવદયા પ્રેમી અને ઘણીબધી સામાજીક સંસ્થાઓ સાથે સંકળાયેલા ઝુંઝારસિંહ સોઢાના જન્મદિનને લઈ એસ.કે. બ્લડ બેંકના સહયોગથી રાજવંશી સોસાયટી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બ્લડ ડોનેશન કેમ્પમાં તેઓના ભૂતપૂર્વ વિદ્યાર્થી ભાઈ-બહેનો સહિત શાળા પરિવાર અને વિવિધ સામાજીક સંસ્થાઓના લોકો દ્વારા બ્લડ ડોનેટ કરી તેઓને જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી હતી. તો જન્મદિનને લઈ ઝુંઝારસિંહ સોઢાએ પણ પોતાનું બ્લડ જરુરીયાતમંદ સુધી પહોંચાડવા માટે ડોનેટ કરી પોતાના જન્મદિનની અનોખી ઉજવણી કરી યુવાનોને બ્લડ ડોનેટ કરવા પ્રેરણા પુરી પાડી હતી.

આમ, જન્મદિનના પ્રસંગે શહેરીજનોને લોકઉપયોગી કાર્યો કરી પોતાના જન્મદિનની ઉજવણી કરવા નવી રાહ ચિંધી હતી.આ પ્રસંગે ધનરાજભાઈ ઠકકરે ઝુંઝારસિંહ સોઢાના જન્મદિનને લઈ યોજાયેલા બ્લડ પ્રસંગને લઈ કંઈક આ રીતે પોતાના પ્રતિભાવો વ્યકત કર્યાં હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024