પાટણ શહેરના જાણીતા બિલ્ડર દ્વારા માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ જોવા માંડ્યું હતું, દર વર્ષ ની જેમ ચાલુ વર્ષે પણ ધનતેરસના દિવસે પાટણ શહેરના જાણીતા બિલ્ડર અને સેવાભાવી અગ્રણી બેબા શેઠ દ્વારા પાટણ શહેરમાં રખડતા ભટકતા દરિદ્રનારાયણની શહેરના શ્યામા પ્રસાદ મુખર્જી હોલ ખાતે નવરાવી ધોવરાવી નવીન વસ્ત્રો પરિધાન કરાવી યથાશક્તિ ભેટસોગાદ તેમજ મીઠાઈના બોક્સ આપી ધનતેરસના પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હેમંત તન્ના, મનોજ પટેલ,યતિન ગાંઘી, વિક્રમ ભાવસાર, કનુભાઈ રસ સંગમ,લક્ષ્મણ પટ્ટણી, સહિત ઉપસ્થિત રહ્યા હતા.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.