દર વર્ષે પ મી સપ્ટેમ્બરે ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિને શિક્ષક દિન ઉજવવામાં આવે છે ત્યારે પાટણ શહેરની વિવિધ શાળા-સંકુલોમાં ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણની યાદમાં એક દિવસ માટે વિદ્યાર્થીઓ શિક્ષકની ભૂમિકા અદા કરી શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવતી હોય છે
ત્યારે પાટણ શહેરની અરવિંદભાઈ જીવાભાઈ પ્રાથમિક શાળા ખાતે આજરોજ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના વિદ્યાર્થીઓ એક દિવસ માટે શિક્ષક બની સમગ્ર એક દિવસનો શિક્ષણનો કાર્યભાળ વિદ્યાર્થીઓ દ્વારા સંભાળવામાં આવ્યો હતો
અને વિદ્યાર્રથીઓ દ્વારા શિક્ષક બની વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. તો એક દિવસીય બનેલા વિદ્યાર્થીઓએ પોતાનામાં પડેલી સુશૂપ્ત શકિતઓ વડે પોતાના સહઅભ્યાસીક વિદ્યાર્થીઓને શિક્ષાણ કાર્ય કરાવીને પોતાની સુઝબુઝનો પરિચય આપ્યો હતો.